________________
૨૫૦ ].
સોલંકી કાલ
[ પ્ર.
માનભર્યું સ્થાન રહેતું, અને રાજકુટુંબના કેટલાક સભ્યએ જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હોય એવાં પણ ઉદાહરણ છે.૪૪ ચિત્યવાસી જૈન આચાર્યો અને સંવેગી સાધુઓ વિદ્યાની ઉચ્ચ સાધના કરતા હતા, એટલું જ નહિ, પણ સામાન્ય પ્રજા સાથે સમરસ થયેલા હતા અને એ કારણે પ્રજાને જે વર્ગ જૈન-ધર્મનુયાયી નહતિ તેના ઉપર પણ એમનાં રહેણીકરણી અને ઉપદેશની ઊંડી અસર થયેલી
હતી.૪પ
- સિદ્ધરાજ અને કુમારપાલ એ બે પરાક્રમી રાજવીઓ ઉપર પડેલા આચાર્ય હેમચંદ્રના પ્રભાવના કારણે અને એ પછી અધી શતાબ્દી બાદ વિદ્યાપ્રેમી અમાત્ય સેનાપતિઓ વસ્તુપાલ અને તેજપાલના જીવન અને કાર્યના પરિણામે ગુજરાતના જીવન ઉપર અહિંસા પ્રધાન જૈન વિચારસરણિની ઊંડી અસર થઈ કુમારપાલને જૈન ગ્રંથકારોએ “પરમ આહંત' કહ્યો છે, પણ એકંદરે પ્રમાણને વિચાર કરતાં એમ લાગે છે કે શ્રાવકનાં વતને સ્વીકાર કરવા છતાં એણે પોતાના કુલકમાગત શૈવ ધર્મનું પાલન ચાલુ રાખ્યું હશે, એટલે કે આ અર્થમાં એ પરમ માહેશ્વર પણ રહ્યો હશે. ,
જૈન આગમોની સંકલનાનો અને આગમસૂત્રને લિપિબદ્ધ કરવાને પુરુષાર્થ વલભીમાં થયે, તે આગમનાં અગિયાર અંગે પૈકી નવ અંગો ઉપર પ્રમાણભૂત ટીકાઓ રચવાનું મહાકાર્ય એક વિશિષ્ટ પંડિત પરિષદની સહાયથી પાટણમાં આચાર્ય અભયદેવસૂરિએ કર્યું અને એવી જ અન્ય ટીકા પાટણમાં કે આસપાસના પ્રદેશમાં શીલાંકદેવ, મલયગિરિ, નેમિચંદ્ર, મલધારી હેમચંદ્ર, શાંતિસરિ, શ્રેમકીર્તિ વગેરે આચાર્યોએ રચી.
શ્વેતાંબર જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયમાં પણ સ્પર્ધા અને વાદવિવાદ ચાલતાં હતાં. વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ એક ચિત્યવાસી આચાર્ય હતા અને એમના સમયથી પાટણમાં ચિત્યવાસીઓનું પ્રાધાન્ય હતું. ચૈત્યવાસી સાધઓ ચિ એટલે મંદિરોમાં વસતા હતા, અને આચારોની દષ્ટિએ કવચિત એમનામાં શૈથિલ્ય વરતાતુ.૪૭ સંગીત અને નૃત્યના તેઓ શોખીન હતા અને વાહનને ઉપયોગ કરતા. એક જ સ્થાનમાં રહેતા મઠાધિપતિઓ જેવા હાઈ વિદ્યાના બેડાણની એમને વિશેષ અનુકૂળતા હતી. ચત્યવાસીઓમાં વિશિષ્ટ વિદ્વાને, સંથકારે. અધ્યાપક અને કવિઓ થયા છે. એમનાં વિદ્યાવિદ, કાવ્યચર્ચાઓ, સમઆપૂર્તિઓ, લલિતકલાવ્યાસંગ, શાસ્ત્રવ્યુત્પત્તિ આદિ વિશેનાં અનેક વૃત્તાંત, પાનક, અનુકૃતિઓ વગેરે “પ્રભાવકચરિત' અને અન્ય પ્રબંધાત્મક સાહિત્યમાં સચવાયેલ છે.૪૮ એક બાજુ ચત્યવાસીઓ અને બીજી તરફ મહાવીરના સમયથી