________________
૧૪ સુ’]
ધમસ પ્રદા
[ ૩૧
ચાલતી આવેલી આકરી આચાર-પ્રણાલિકાઓના આગ્રહી સુવિહિત ( ચૈત્યમાં નહિ, પણુ વસતિ અથવા ઉપાશ્રયમાં રહેનારા) સાધુએ વચ્ચે વિવાદનું વાતાવરણ હતું. દુર્લભરાજ કે ભીમદેવ ૧લાના સમયમાં ચદ્રકુલના વધ માનસૂરિના શિષ્યા જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે વિદ્વાન સુવિહિત સાધુએ પાટણ આવ્યા. તે પૂર્વાશ્રમમાં મધ્યદેશના શાસ્ત્રી બ્રાહ્મણા તથા સહેોદર ભાઈ એ હતા. ચૈત્યવાસીઓનું વર્ચીસ એ સમયે એટલું બધું વધ્યું હતું કે અનેક ચૈત્યા અને ઉપાશ્રયાથી સંકીણું પાટનગરમાં વધુ માનસૂરિના શિષ્યોને રાતવાસો કરવા માટે કોઈ સ્થાન મળ્યું નહિ. રાજપુરાહિત સામેશ્વરને ૯ ઘેર જઈ એમણે વેદાષ કર્યાં અને પુરૈાહિતને પ્રસન્ન કર્યાં. વનરાજના સમયથી ચાલતી આવતી રૂઢિના કારણે વિહિતાને પાટણુમાં વાસ આપવા સામે ચૈત્યવાસીઓએ વિરોધ કર્યાં, પણ સામેશ્વર અને માહેશ્વર આચાર્ય જ્ઞાનદેવની ભલામણથી રાજાએ સુવિહિતાને નિવાસ માટે વ્યવસ્થા કરી આપી. વિચારક ધાર્મિક અગ્રણીઓનેા ભિન્ન ધર્માંનુયાયીએ પ્રત્યે પણ ઉદાર મતવાદ અને એક જ સંપ્રદાયમાંનાં સ્થાપિત હિતેાનુ માસમ આ પ્રસંગમાં વ્યક્ત થાય છે.પ૦ આ ઘટના પછી રાજદરમાં ચૈત્યવાસીઓના આચાર વિશે વાદવિવાદ થયેા. જિનેશ્વરસૂરિએ રાજાના સરવતીભડારમાંથી ‘ દશવૈકાલિકસૂત્ર ’ મગાવી, એના આધારે ચૈત્યવાસીઓને આચાર એ શુદ્ધ મુનિઆચાર નથી અને પાતે જે ઉગ્ર અને કઠેિન આચાર પાળે છે તે જ શાસ્ત્રસ ંમત છે એમ પુરવાર કર્યું. તેથી અને એમની તીક્ષ્ણ મેધાથી પ્રસન્ન થઈ રાજાએ એમને ‘ ખરતર ’(તીવ્રતર) એવું બિરુદ આપ્યું, અને એમને ગચ્છ ખરતર ગચ્છ' તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારથી પાટનગરમાં ચૈત્યવાસીઓનુ વĆસ કંઈક ઘટયું અને કઠિન આચારવાળા સુવિહિત જૈન મુનિઓના પ્રવેશ વધતા ગયા.૫૧ શ્વેતાંબરની જેમ દિગંબર જૈન સંપ્રદાય જૂના સમયથી ગુજરાતમાં ફેલાયા હતા અને દિગંબર સંપ્રદાયનુ એક મુખ્ય કેંદ્ર વઢવાણ હતું. પર સ. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫)માં વૈશાખ શુક્લ પૂર્ણિમાના દિને સિદ્ધરાજની સભામાં, એના જ અધ્યક્ષપણા નીચે, શ્વેતાંબર આચાયવાદી દેવસૂરિ અને કર્ણાટકથી આવેલા દિગબર આચાય કુમુદચંદ્ર વચ્ચે એક ચિરસ્મરણીય વાદ થયા. કુમુદચંદ્ર વાદી હતા અને દેવસૂરિ પ્રતિવાદી હતા. શરત એ હતી કે જે હારે તેના પક્ષના દેશપાર-ગુજરાત બહાર ચાલ્યા જાય. પ્રજ્ઞાચક્ષુ રાજતિ શ્રીપાલ અને જુવાન હેમચંદ્ર પણ એ સભામાં હતા. સિદ્ધરાજની માતા મીનળદેવી કર્ણાટકની હાઈ પ્રાર ંભમાં કુમુદચંદ્રને પાટણમાં સારા આવકાર મળ્યા લાગે છે, પશુ વાદમાં કુમુદચંદ્રના પરાજય થયા. દિગંબર મતમાં સ્ત્રીઓના સ્થાન વિશે જે પ્રતિકૂળ વલણ્ છે તે પણ આ પરા