________________
૧૪ મું ] ધર્મસંપ્રદાય
[ ૩૬૯ ગુજરાતમાં થયો હોય તે પણ ત્યાંથી તે એ નામશેષ થઈ ગયો. વિદર્ભમાં એને ઠીક ઠીક પ્રચાર થયો હતો, પણ એ સંપ્રદા ના વિલક્ષણ આચારે અને ગૂઢ લિપિમાં લખાયેલા એના ગ્રંથને કારણે ત્યાં પણ એ વિશેની માહિતી પ્રમાણમાં મેડી પ્રગટ થઈ. અહિંસા, ઉચ્ચનીચના ભેદને વિરોધ અને કૃષ્ણભક્તિ એ ચક્રધર સ્વામીના ઉપદેશનું સારતત્ત્વ છે, પરંતુ ગુજરાતમાં રચાયેલા વિપુલ સંરક્ત અને અપભ્રંશ કે જુના ગુજરાતી સાહિત્યમાં કે અન્ય કેઈ અતિહાસિક સાધનમાં ચક્રધર સ્વામીનો ઉલ્લેખ સરખે નથી એ આશ્ચર્યજનક છે.૩૦ ચક્રધર ગુજરાતમાં જન્મા, પણ ગુજરાતની બહાર ગયા અને એમણે પરિવાજન અને ધર્મપ્રચાર પ્રાયઃ ગુજરાતની બહાર કર્યા મહાનુભાવ સંપ્રદાયના આચાર્યું કે અનુયાયીઓ ગુજરાતમાં આવ્યા હોય તો પણ એમને ખાસ આવકાર મળે જણા નથી. સમકાલીન કે ઉત્તરકાલીન સાહિત્યમાં આવાં કારણએ એમની સ્મૃતિ સચવાઈ નહિ હેય. આમ છતાં સોલંકી કાલના ગુજરાતના ધર્મસંપ્રદાય કે ધર્મપ્રચારકે વિશે લખતાં મહાનુભાવ સંપ્રદાય અને ચક્રધર સ્વામીને નિર્દેશ કરવો આવશ્યક ગણાય.
સેંકડો વર્ષ થયાં ગુજરાતમાં જૈન ધર્મનું સાતત્ય રહેલું છે.૪• દ્વારકા અને ગિરનારનો સંબંધ યાદવકુળમાં જન્મેલા બાવીસમા તીર્થંકર નેમિનાથ સાથે છે. ગિરિનગર, વલભી અને શ્રીમાલ જૈન ધર્મનાં પણ કેંદ્ર હતાં. સોલંકી કાલના ગુજરાતમાં અનેક સાંસ્કારિક-સામાજિક કારણોએ જૈન ધર્મ ખૂબ પ્રતિષ્ઠિત થયે હતે. પાટણના સ્થાપક વનરાજને જેન આચાર્ય શીલગુણસૂરિ સાથે ગાઢ સંબંધ હત ૪૧ અને એણે પિતાના પાટનગરમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જે આજ સુધી બહુમાન્ય જૈન તીર્થ છે. સંભવ છે કે એમાંની પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિ પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. એ પછી ગુજ. રાતમાં રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ આદિએ જૈન મંદિરને ભૂમિદાન આપ્યાં છે, જેન મંદિર, ચિત્ય, વસતિઓ-ઉપાશ્રયો આદિ બંધાવ્યાં છે, અથવા જીર્ણોદ્ધત કરાવ્યાં છે, અને મોટી સંખ્યામાં જિનબિંબ ભરાવ્યાં છે તથા સઘયાત્રાઓ કરી કરાવી છે, એનાં એટલાં બધાં વર્ણને, ઉલ્લેખો, પ્રમાણે વગેરે મળે છે કે એ સર્વને નિર્દેશ માત્ર પણ અહીં કરવાનું શક્ય નથી.૪૨
ગુજરાતના સેલંકી રાજાઓને કુલધર્મ શવ હેવા છતાં જૈન ધર્મ પ્રત્યે એમને આત્મીય ભાવ હતો. અનેક રાજવીઓ જૈન આચાર્યોનું સબહુમાન દર્શન કરવા જતા અને એમની સાથે જ્ઞાનચર્ચા કરતા.૪૩ રાજદરબારોમાં જૈન આચાર્યોનું
સે. ૨૪