________________
[મ.
૩૩૮]
સોલંકી કાલ મિયાણી પાસેની દેરીમાં હજારેક વર્ષ જૂની બ્રહ્માની મૂર્તિ છે. ૨ હારીજ પાસે દેલમાલમાં, થરા પાસે કસરામાં અને દક્ષિણ ગુજરાતમાં બ્રહ્માનાં પ્રાચીન મંદિર છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે બ્રહ્માસાવિત્રીનું મંદિર હતું એમ જનશ્રુતિ , ઉપરથી તથા નાગરખંડના ગરબા ઉપરથી સમજાય છે. વિસનગરમાં બ્રહ્માનું મંદિર હેવા વિશે જિનહર્ષગણિના “વસ્તુપાલચરિતમાં ઉલ્લેખ છે. સિદ્ધપુર પાસે કામળી ગામમાં બ્રહ્માણું માતાનું મંદિર છે.૩૩ “થાશ્રય'ના એક લેકમાં સૂર્ય, ચંદ્ર અને કંદનાં મંદિર સાથે બ્રહ્માના મંદિરનો ઉલ્લેખ છે ૩૪ ગુજરાતમાં બ્રહ્માની સ્વતંત્ર મૂર્તિઓ ઉપરાંત અન્ય દેના પરિવારદેવમાં, પ્રાચીન મંદિરને ફરતી જંધાઓના શિલ્પમાં, શિવ કે વિષ્ણુની પ્રતિમાઓમાં તથા સાવિત્રી સાથેના યુગલ વરૂપમાં બ્રહ્માની પુષ્કળ મૂર્તિઓ જુદાં જુદાં સ્થળેથી મળી આવે છે.૩૫ સંભવ છે કે વિષ્ણુભક્તિ અને એમાંયે કૃષ્ણભક્તિને ક્રમે ક્રમે પ્રભાવ વધતાં, સૂર્યપૂજાની જેમ, બ્રહ્માની પૂજા પણ જનસમાજમાં ગૌણ બની હેય.
પ્રાચીનતર યુગની યમપૂજા સોલંકી કાલમાં પણ ઓછેવત્તે અંશે પ્રચલિત હશે. “દયાશ્રય'ના એક ગ્લૅમાં કહ્યું છે કે ચિત્રમાંની સેના, વજમાંના વાવ અને મંદિરમાંના યમથી ગભરાવાની જરૂર નથી.૩૭ આઠ દિપાલ પૈકી એક યમ છે અને મંદિરમાંની મુખ્ય સેવ્યમૂર્તિ તરીકે નહિ તે પણ દિક્પાલ તરીકે અથવા મંદિરની શંગારમૂર્તિઓમાં યમની પ્રતિમાઓ થતી. સોલંકી કાલનાં ગુજરાતનાં મંદિરમાં આ રીતે યમની સંખ્યાબંધ મૂર્તિઓ મળેલી છે.૩૮
ગુજરાત અને મહારાષ્ટ્રના આ સમયના ધાર્મિક ઈતિહાસમાં એક અગત્યનું પ્રકરણ મહાનુભાવ સંપ્રદાયને લગતું છે. મહાનુભાવ સંપ્રદાયના સ્થાપક ચક્રધર સ્વામી ઈસવી સનના તેરમા શતકમાં ભીમદેવ ૨ જાના સમયમાં થઈ ગયા. તેઓ ભરૂચના સામવેદી બ્રાહ્મણ હતા અને એ સમયના ભરૂચના રાજા મલદેવના પ્રધાન વિશાલદેવના પુત્ર હતા. એમનું ગૃહસ્થાશ્રમનું નામ હરિપાલદેવ હતું, રામકની યાત્રા નિમિત્તે તેઓ ગૃહત્યાગ કરીને વિદર્ભ ગયા હતા અને ત્યાં ગોવિંદ પ્રભુ અથવા ગુડ રાઉળ નામે સંતપુરુષ પાસે દીક્ષા લઈ એમણે “ચક્રધર' નામ ધારણ કર્યું હતું. એમનું ચરિત “લીલાચરિત્ર” નામે એક જુના મરાઠી ગ્રંથમાં મળે છે, જેને કેટલાક વિદ્વાને મરાઠી સાહિત્યિક ગદ્યની પ્રથમ રચના ગણે છે. એમાં આપેલા વૃત્તાંતનો પૂરે મેળ ગુજરાતના તત્કાલીન ઈતિહાસ સાથે મેળવવાનો હજી બાકી છે. “લીલાચરિત્ર'માં ઉદ્વિખત ભરૂચને રાજા સેલંકી-વાઘેલા
અધિરાજનો ઈ માંડલિક હેાય કે, લાટરાજ શંખની જેમ, દેવગિરિના યાદવ રાજ્ય સાથે સંબંધ ધરાવતો ઈિ શાસક હેય. મહાનુભાવ સંપ્રદાયને પ્રચાર