________________
૩ મું ] લિપિ
[ ૩૫૫ ભારતના કેટલાક લેખમાં પ્રજાતે નજરે પડે છે. પ્રચલિત મોડને છેડે ત્રાંસી વાયવ્ય-અગ્નિ રેખા ઉમેરાતાં આ મરોડ બનેલ છે. સંભવતઃ ચિહ્નને કલાત્મક બનાવવાના ખ્યાલને લઈને આ પ્રકારને મરેડ પ્રચારમાં આવ્યો છે. ગલચિહ્નો આ લખાણોના આરંભે અને અંતે કેટલાંક મંગલસૂચક ચિહ્ન કરવાની પ્રથા આપણા દેશમાં પ્રાચીન કાલથી ચાલી આવે છે. ગુજરાતમાં પણ છેક ઈ. સ.ની બીજી સદીથી મંગલસૂચક સંકેત લખાતા હતા.• ચૌલુક્યકાળ દરમ્યાન અનેક પ્રકારનાં ચિહ્ન આને માટે પ્રયોજાયાં છે, જેમાંથી વિશેષ પ્રચારવાળાં ચિહ્ન અત્રે ૫૪માં નમૂના તરીકે આપ્યાં છે.
વામાવર્ત અને દક્ષિણાવર્ત શંખાકાર ચિહ્ન અગાઉની માફક આ સમયે પણ પ્રયોજાય છે. આ ઉપરાંત બે બાજુ બન્ને દંડની વચ્ચે બે પ્રકારે પ્રયોજાતાં ચિઠ લેખો અને હસ્તપ્રતોમાં જોવા મળે છે. મારવાડમાં નાનાં બાળકોને અભ્યાસની શરૂઆતમાં ૬૦ | » નમ: સિદ્ધ થી આરંભીને કક્કાની જે પાટીઓ ભણાવવામાં બાવે છે તેમાં બે લીટી, ભલે, મીંડું, બે પાણ” તરીકે આ ચિહ્નો ગોખાવવામાં આવે છે. જન પરિપાટીમાં પણ આ ચિહ્નોને “ભલે મીડું' તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ એ મંગલ-સંકેતોની આકૃતિના સૂચક છે. આમાંના વચ્ચેના મુખ્ય ચિહ્નને “ભલે” કહ્યું છે તે માંગલ્યવાચક મર્દ છે. " નું ચિહન ચૌલુક્યકાલમાં મો ના ચિહ્ન પરથી સાવિત થયાનું સ્પષ્ટ જણાય છે. આના સ્વરચિહનની ટોચે એક વધારાની આડી રેખા ઉમેરીને અનુસ્વારનું મીંડું કરવામાં આવ્યું છે. વધારાની આડી રેખા લિપિકારની આગવી વિશેષતા હોવાનું જણાય છે, કારણ કે એ રેખાનો પૂર્વકાલમાં કે અનકાલમાં ઉપગ થતું હોવાનું જણાતું નથી. અચિહ્નો - ચૌલુક્યકાલીન લેખોમાં પ્રયોજાયેલાં અંકચિહ્નોના નમૂના પટ્ટમાં તેઓના વિકાસના ક્રમમાં ગોઠવીને આપ્યા છે. એ પરથી જણાય છે કે આ સમયે અંકચિતોના સ્વરૂપમાં વિકાસ થતો રહ્યો છે. ૫, ૮ અને ૬ નાં ચિહ્નો સિવાયનાં બધાં એકચિહ્ન તેઓના અર્વાચીન નાગરી સ્વરૂપનાં બન્યાં છે.
૧' માં આરંભમાં ઉપરથી મીંડા વગરની ગોળ રેખાવા સાદે મરોડ પ્રજાત હતો. ધીમે ધીમે અંકને ચાલુ કલમે લખવાને કારણે આરંભમાં મીંડાવાળું ચિહ્ન ઘડાયું અને ગુજરાતી “1” ને મળ મરોડ વ્યાપકપણે પ્રજાવા