________________
૩૫૪] સોલંકી કાલ
[ પ્ર. જોકે આ સમયની વર્ણમાલામાં તેનો સમાવેશ થતો હતો,૧૪ છતાં આ સમયના લેખમાં તેઓને પ્રયોગ મળતો નથી. ભારતવર્ષના બીજા ભાગોમાં અભિલેખોમાં તેઓને પ્રયોગ ૧૩ મા શતક સુધી૫ અને હસ્તપ્રતોમાં ૧૬ મા શતક સુધી થયો હોવાનું જણાય છે. આ બાબતમાં એમ કહી શકાય કે પહેલેથી માંડીને પંદરમી સદી સુધી આ ચિહ્નોને વૈકલ્પિક ઉપયોગ થયો છે. ઉચ્ચારણ અનુસાર તેઓની આવશ્યકતા હોવા છતાં પણ તેઓને પ્રવેગ સમગ્ર ભારતમાં વિરલ થવા લાગે છે અને ધીમે ધીમે તેનો પ્રયોગ લુપ્ત થાય છે. આજે તો તેઓને યથાર્થ ઉચ્ચાર શ થતો હશે એ જાણવું પણ મુશ્કેલ બન્યું છે. હલત વ્યંજને
વ્યંજનને સ્વરરહિત સૂચવવા માટે વ્યંજનની નીચે ત્રાંસી વાયવ્ય–અગ્નિ રેખા ઉમેરવામાં આવતી હતી. આ રેખાના આરંભના ભાગમાં અગાઉ ગાંઠ કરાતી ન હતી; જેમકે જૂ માં; પરંતુ આ સમયથી ગાંઠ પણ થવી શરૂ થાય છે. ચૌલુક્યકાલમાં ગાંઠ સહિતના ચિહ્નને વ્યાપક પ્રયોગ થયેલું છે. મોટે ભાગે આ ચિહ્ન વ્યંજનથી છૂટું લખાતું, પરંતુ ક્યારેક એ વ્યંજનના નીચલા છેડા સાથે જોડાતું પણ નજરે પડે છે; જેમકે તુ. વિરામચિહ્નો
વિરામસૂચક ચિહ્ન સાધારણ રીતે સુરેખાત્મક સ્વરૂપે શ્વેકાધ પૂરે થતાં એક ઊભા દંડથી અને બ્લેક પૂરો થતાં બે ઊભા દંડથી પ્રયોજાય છે. વિરામચિદની રેખાને આ સમયે નીચેના છેડેથી જમણી બાજુએ વાળવાની પ્રવૃત્તિ સેંધપાત્ર છે. ક્યારેક બે દંડ હોય તો ડાબી બાજુના દંડની મધ્યમાં નાની શી આડી રેખા ડાબી બાજુએ જેઠાતી જોવા મળે છે. શબ્દોની પૃથકતા દર્શાવવા માટે મિત્રક કાલમાં આડી લઘુરેખા પ્રયોજાતી હતી. ૧૭ આ સમયે એ માટે લઇરેખાને પ્રયોગ થયેલ ભાગ્યેજ નજરે પડે છે. એ માટે બહુધા એક ઊભો દંડ પ્રોજાત જોવા મળે છે. ૧૮ આ સમયે પૂર્ણવિરામ, અલ્પવિરામ, અધવિરામ, પ્રશ્નાર્થ, આશ્ચર્ય વગેરે માટે અલગ અલગ ચિહ્ન પ્રયોજાયાં નથી. અવગ્રહ
સંસ્કૃત લખવા માટે પદાંત અને શો પછી આવે ત્યારે અવગ્રહનું ચિહ્ન લખવાની જરૂર પડતી. ચૌલુક્યકાલીન લેખમાં પ્રજાયેલાં અવગ્રહનાં ચિહ્નોના કેટલાક નમૂના અહીં આપ્યા છે. આ સમયે આ ચિહ્નને વિકસિત અર્વાચીન મરોડ બધા પ્રયોજાયો છે, છતાં એની સાથેસાથ શિરોરેખા વગરના ૬ જેવો મરડ પ્રયોજાતો પણું જોવા મળે છે. ૧૯ અવગ્રહને આવા પ્રકારનો મરડ ઉત્તર