________________
પ્રકરણ ૧૩
લિપિ
ગુજરાતમાં નવમી સદીથી દક્ષિણ શૈલીની લિપિના સ્થાને ઉત્તરી શૈલીની આઇ-નાગરી લિપિનો પ્રયોગ થવા લાગ્યો હતો અને થડા સમયમાં એ લિપિએ દક્ષિણી શૈલીની લિપિનું સ્થાન પણ લઈ લેતાં સમગ્ર ગુજરાતમાં આવ–નાગરી લિપિનો પ્રયોગ થવા લાગ્યો હતો. ચૌલુક્યકાલમાં પ્રયોજાયેલી લિપિ એનું સ્વાભાવિક અનુસંધાન ધરાવે છે. આ લિપિને ચૌલુક્યકાલના (૩૬૨ વર્ષના) લાંબા ગાળા દરમ્યાન વિકાસ થતો રહ્યો. અલબીરૂનીએ લાર દેસ(લાટ દેશ)માં લારી” લિપિ પ્રચલિત હોવાનું લખ્યું છે. દક્ષિણ ગુજરાતને આ સમયે લાટને નામે ઓળખવામાં આવતું હતું, એટલે લાટ પ્રદેશની લિપિ “લારી' (લાટી) લિપિને નામે પ્રસિદ્ધ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રચલિત લિપિ એક જ સરખું સ્વરૂપ ધરાવે છે, તેથી આ સમગ્ર લિપિ સ્વરૂપને “ચૌલુક્યકાલીન લિપિ” તરીકે ઓળખવી વધુ ઉચિત છે.
ચૌલુક્યકાલીન લિપિનો અભ્યાસ કરવા માટે વિપુલ સાધન-સામગ્રી ઉપર લબ્ધ છે. આ સમયના તામ્રલેખેની અપેક્ષાએ શિલાલેખો વધારે મળ્યા છે. પ્રસ્તુત સમયમાં મંદિરે અને મૂર્તિઓનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું છે. એ વખતનાં મંદિરોમાંથી લગભગ પ્રત્યેક મંદિરમાં એકાદ શિલાલેખ તેમજ મૂર્તિઓ પર કોતરાયેલા લેખ નજરે પડે છે. લગભગ ૨૫૦ જેટલા શિલાલેખો અને તામ્રલેખે ઉપરાંત ૭૦૦ જેટલા પ્રતિમાલેખ જાણવામાં આવ્યા છે. મુખ્ય લેખ મુખ્યત્વે પાટણ અને વાધેલના ચૌલુકોના વંશના છે, જ્યારે બીજા કેટલાક માળવેન પરમાર વંશના, મોઢવંશના, લાટના ચાલુક્ય વંશના, આબુના પર માર, રાષ્ટ્રના જેઠવા અને મહેર વંશના તેમજ વિજાપાયન વંશના છે.
લિપિને અભ્યાસ કરવા માટે અભિલેખો ઉપરાંત આ સમયની હસ્તપ્રતો પણ પ્રાપ્ત થઈ છે. તાડપત્ર અને કાગળ પર લખાયેલી આ હસ્તપ્રતો મુખ્યત્વે જેન લહિયાઓએ લખી છે. હસ્તપ્રતોની લિપિ તત્કાલીન અભિલેખની લિપિને ઘણે અંશે મળતી છે, જ્યારે અમુક અંશે જુદી પણ પડે છે. આગળ જતાં આ જૈન હસ્તપ્રતોની લિપિ જેન નાગરી લિપિનું સ્વરૂપ ધારણ કરે છે. ઠીક ઠીક સંખ્યામાં લખાયેલી આ સમયની હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. અભિલેખાનાં લખાણ પ્રમાણમાં ટૂંકા હોય છે, જ્યારે હસ્તપ્રતોનાં લખાણ બહુધા લાંબાં અને સંકલિત