________________
૨૪૮ ]
સોલકી કાલ
[પ્ર. ઘસવાનું કામ ( ) કરી દિવસના પાંચ વિશેક મેળવતો હતો,૩૪ પાછળથી એ માટે રત્નપરીક્ષક થયો અને વસાહ આભડ તરીકે સર્વનગરમુખ થયે. રોજના પાંચ વિશેપકના હિસાબે માસિક કમાણી છારૂપક અર્થાત દ્રમ્ભ થઈ. ત્રિપુરાંતક-પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે સોમનાથના મંદિરના બટુકને માસિક ૯ કમ્ય અને પૂજારીને ૧૫ દ્રમ્મ મળતા; જેકે બટુકને મંદિરના નૈવેદ્ય વગેરેમાંથી ભાગ મળતો. સંભવ છે કે સમાજના નીચલા થરનાં માણસની કમાણુ આનાથી પણ ઓછી હોય.
નાણાં ઉપરાંત વસ્તુવિનિમય પણ પ્રચારમાં હશે. “ઠવાશ્રયમાંના ઉલ્લેખ અનુસાર ધાન્યના બે દ્રોણથી, છ આખલાથી અને ઊનના સો કામળાથી એક ઘોડી ખરીદી શકાતી. ઘણી ઊંચી જાતની ઘડીની કિંમત એક સ્થળે બે કે ત્રણ હજાર રૂપિયા પણ જણાવેલી છે. ૫
એ જ ગ્રંથમાં વ્યાજનો દર અધે, પાંચ કે છ ટકા જણાવેલ છે. ૩૬ અર્થે ટકે એટલે માસિક અધે ટકા હશે. તો જ વાર્ષિક છ ટકા સાથે એને મેળ બેસે. “લેખપદ્ધતિમાંના એક દસ્તાવેજમાં વ્યાજનો દર માસિક બે ટકા એટલે કે વાર્ષિક ૨૪ ટકાને જણાવેલ છે. ૩૭ સંભવ છે કે વ્યાજના દર નાણું લેનારની ગરજ અને ધીરનારની જોખમ લેવાની તૈયારી અનુસાર બદલાતા હોય. લેણુદાર દેવાદારને બંધનમાં નંખાવી શકત. બંધન બે પ્રકારનાં હતાં એક, ગુપ્તિ (કેદખાનું) અને બીજુ, કૌંચબંધ. આ કૌંચબંધ કચપક્ષીના આકારને હતો, આથી એ એક પ્રકારની બેડી હોય કે જૂના વખતની “હેલ્થ” હાય.૩૮
કચ્છથી લાટ સુધીનો સમુદ્રકિનારે અને ત્યાં આવેલાં અનેક નાનાં મોટાં બંદર ગુજરાતના એ કાલના ધીકતા પરરાષ્ટ્રિય વેપારનાં બારાં હતાં. ઈરાન, અરબસ્તાન અને એ દ્વારા યુરોપ સાથે વેપાર આ બંદરોમાંથી ખેડવાનું સૌથી વધુ અનુકૂળ છે. સંઘવી સમરસિંહે કરાવેલા શત્રુંજયંતીર્થોદ્ધાર વર્ણવતા “નાભિનંદનજિન દ્વારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૬)ના કર્તા કકકસૂરિ એ વિશે કહે છે:
यन्निवासी जनः सर्वो वेलाकुलेषु भूरिषु ।।
व्यवसाये कृतेऽल्पेऽपि निःसीमश्रियमश्नुते ।। २, ४८ (જ્યાંના નિવાસી બધા લોકો અનેક વેલાકુલે–બંદરમાં અલ્પ વ્યવસાય કરીને પણ નિઃસીમ લક્ષ્મી ભગવે છે.)
ભરુકચ્છ-ભૃગુકચ્છ-ભરૂચ, ખંભાત અને સોમનાથ પાટણ (એનું બંદર તે વેરાવળ) એ ત્રણ મુખ્ય બંદર હતાં. દેવગિરિના યાદવ રાજાઓ અને માળવાના