________________
૧૧ સુ]
આર્થિક સ્થિતિ
[ ૨૪૯
પરમારા સાથેના ગુજરાતના સતત વિગ્રહનુ એક મુખ્ય કારણ ભરૂચ અને ખંભાત ઉપર કબજો જમાવવાની સ્પર્ધા હતું, જેમાં છેવટે ગુજરાતના વિજય થયા હતા. માળવાના સમૃદ્ધ પ્રદેશના તથા રાજસ્થાન અને ઉત્તર ભારતના પરરાષ્ટ્રિય વેપાર ગુજરાત મારફત ચાલતા. સાલકી–વાધેલા કાલના ઉત્તર કાલમાં દિલ્હીમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ ચૂકી હતી અને ત્યાંથી મક્કાની હજ કરવા માટે મુસ્લિમેા ખંભાત બંદરે આવતા. ‘ પ્રબંધકોશ ' અનુસાર, સુલતાન મેાજદીન(અલ્તમશ)ની માતા ( ‘ પ્રબંધચિંતામણુિ' અનુસાર એને ગુરુ) મક્કા જવા માટે વહાણમાં બેસવા માટે ગુજરાતના એક બંદર (સદંભવતઃ ખંભાત બંદરે) આવી ત્યારે મંત્રી વસ્તુપાલે યુક્તિપૂર્વક સુલતાનને પ્રસન્ન કર્યાં હતા.૩૯
ખુશ્છી વેપાર બળદ, ઊંટ, ગધેડાં અને ગાડાંઓના સા મારફત ચાલતા. સાના નેતા ‘ સાÖવાહ ' કહેવાતા. એના પર્યાય વાળિયારદ છે, જે ઉપરથી પ્રા. વાળિજ્ઞાો -અપ. વાળન્નારક થઈ વણજારા' શબ્દ આવેલા છે. આંતર પ્રદેશને માલ સાથ દ્વારા બંદરામાં એકત્ર થતા. અહીંથી નિકાસ થતી ચીજોમાં સુતરાઉ અને રેશમી કાપડ, ચામડું, મરી, સૂંઠ, રંગ, ગળી, ગૂગળ, કપાસ, ખાંડ, સુગ ંધી પદાર્થા, લાખ, આંબળાં વગેરે ઈરાન, અરબસ્તાન, આફ્રિકા અને ચીન જતાં. સેાનું, રૂપું, ચાંદી, સુરમેા, ઘેાડા વગેરેની આયાત થતી.૪૦
'
ઈરાનના અખાતના વિસ્તારનાં બંદરામાં ભારતીય વેપારીએની મેાટી વસ્તી હતી, અને એમાં ગુજરાતીએ સારા પ્રમાણમાં હશે જ. સિરાફના અણુ કૈદ હસને ઈ. સ. ૯૧૬ આસપાસ લખ્યું છે કે એ નગરના એક મેાટા વેપારીએ ભારતીય વેપારીઓને ભોજન માટે નિમત્ર આપ્યું ત્યારે, એમની ધાર્મિક લાગણીને માન આપીને, દરેકને અલગ ચાળમાં ભાજન પીરસવામાં આવ્યું હતું. આવા પ્રસંગે આશરે ૧૦૦ મહેમાન એકત્ર થતા, જે ભારતીય વેપારીઓની વસ્તી સૂચવે છે.૪૧ -સર્વાનંદસૂરિના · જગડૂચરિત 'માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જગદ્શાહના પરદેશા સાથે -બહેાળા વેપાર એનાં પાતાનાં વહાણેામાં ચાલતા હતા, અને ઈરાનમાં હોરમઝ ખાતેના એના આતિયા અહીંના જ હતા. ‘ જગડૂચરિત 'ના ચોથા સના આરંભમાં એક સૂચક પ્રસંગ કવિ વર્ણવે છે કે જગડૂના જયસિંહ નામે એક સેવક અનેક જાતને માલ ભરેલું એક વહાણુ લઈ આ પુર અથવા એડન ગયા હતા અને ત્યાંના રાજાને નજરાણું આપી, પ્રસન્ન કરી, એક મકાન રાખીને વેપાર માટે રહ્યો હતા. ત્યાં ખંભાતના રહીશ અને તુ વહાણાને પ્રવરાધિકારી અથવા કરાણી આવી પહોંચ્યા હતા. જયંતસિંહ અને તુ વહાણવટીની વચ્ચે એક કિંમતી મણિ લેવા વિશે વાદ થયા અને જયંતસિંહે એડનના રાજાને ત્રણ