________________
૧૮૨] સોલંકી કાલ
[પ્ર. નજીકના રતનપુરના પ્રદેશનું રાજય સોંપ્યું હતું. એના નાના ભાઈ સહજપાલને જોધપુરની ઉત્તરે આવેલું મંડોર સોંપ્યું હતું.
આશરાજના બીજા પુત્ર આહણદેવે કુમારપાલને એની સૌરાષ્ટ્રની લડાઈમાં સાથ આપ્યો હતો એને લઈ કુમારપાલે એને કિરાડુ લાટહુદ અને શિવા ઈ. સ. ૧૧૫ર પૂર્વે સોંપ્યાં હતાં. ઈ. સ. ૧૧૦૯-૧૧૬૧ વચ્ચે કુમારપાલની કૃપાથી એને નહૂલનું રાજ્ય મળ્યું, જે ઉત્તરે મંડેર સુધી વિસ્તરેલું હતું. * આશરાજ પછી એના પુત્ર કેલ્હણે પણ કુમારપાલનું સામંતપદ ચાલુ રાખ્યું હતું. ઈ. સ. ૧૧૭૮ પછી કેલ્હણે પિતાના ભાઈ કાર્તિપાલની સહાયથી સ્વતંત્રતા ધારણ કરી હતી, આમ છતાં જ્યારે મહમદ ઘોરીએ આવી નહૂલની લૂંટ ચલાવી ત્યારે ચૌલુક્ય સૈન્યની મદદથી કાશહદ પાસે મુરિલમ સિન્યને પરાજય આપે. હતો. ઈ. સ. ૧૧૭૮ પછી કીર્તિપાલે ગૃહિલ સામંતસિંહને હરાવી મેવાડ ઉપર વિજય મેળવ્યો હતો, પણ પછી સામંતસિંહના ભાઈ કુમારસિંહે એને પાછો કાઢવ્યો હતો. એણે ભીમદેવ ૨ જાના સામંત કિરાના આસલને હરાવ્યા હતા. અને પરમાર પાસેથી જાલેર કબજે લીધું હતું.
કેહણના મૃત્યુ પછી ઈ. સ. ૧૧૫૪ પૂર્વે એને પુત્ર જયસિંહ સત્તા ઉપર આવ્યો હતો. આ જયસિંહના સમયમાં કુબુદ્દીને નડ્રલના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી. ગોડવાડ અને શિરેહીને છેડા ભાગ ઉપર રાજ્ય કરનારો મહારાજ સામંતસિંહ ઘણું કરીને જતસિંહનો અનુગામી હતા. વિરધવલદેવ ચૌહાણને પુત્ર ધંધલદેવ ઈ.સ. ૧૨૦૯-૧૨૨૬ વચ્ચે ભીમદેવ ૨ જાના સામંત તરીકે ગોડ વાડમાં રાજ્ય કરતો હતો. જાલેરના ઉદયસિંહ ચૌહાણે ચૌલુક્યોની ગોઠવાડ ઉપરની સત્તા દૂર કરી હતી; ૧૪ મી સદીમાં પણ ગેડવામાં ચૌહાણેની સત્તા ચાલુ હતી.૨૧૩ (૩) જાલેરની શાખા સેનગિરા-ચૌહાણ
નફૂલના કેહણના નાના ભાઈ કીર્તિપાલે જાલોરમાં ગાદી સ્થાપી હોય એમ જણાય છે. એના વંશજ જાલેરના નજીકના સુવર્ણગિરિ પહાડના સંબધે “સેનગિરા ચૌહાણ તરીકે જાણીતા થયેલા. કીર્તિપાલ પછી એને પુત્ર સમરસિંહ ગાદીએ આવ્યો હતો. સમરસિંહને માનવસિંહ કે મહનસિંહ અને ઉદયસિંહ નામના બે પુત્રો અને લીલાદેવી નામે પુત્રી હતી, જે ચૌલુક્ય ભીમદેવ ૨ જાને પરણાવવામાં આવી હતી. સમરસિંહ પછી જાલેરની ગાદીએ ઉદયસિંહ આવ્યો હતો. માનવસિંહના. વંશજોએ દેવડા(તા. સિરાહી) જઈ ગાદી સ્થાપી હતી. એણે ભીમદેવ ર જાની સત્તા નીચેથી ઈ. સ. ૧૨૨૬ પછી નફૂલ હાથ કરી લીધું હતું અને લાટના સિંધું