________________
સમકાલીન રાજ્યો
[ ૧૮૦ રોજે જ્યારે મહેદ્રને હેરાન કર્યો ત્યારે હસ્તિકુંડીને રાષ્ટ્રકૂટ ધવલે મહેદ્રનું રક્ષણ કર્યું હતું. આ જ મહેંદ્રની બે પુત્રીઓનાં લગ્ન દુર્લભરાજ અને એના નાના ભાઈ નાગરાજ સાથે થયાં હતાં. ૨૦૬
મહેન્દ્ર પછી એનો પુત્ર અશ્વપાલ અને પછી એને પુત્ર અહિલ ગાદીએ આવ્યું. ભીમદેવ ૧ લે જ્યારે પ્રથમ નફૂલ ઉપર ચડી આવ્યો ત્યારે આ અહિલે એને પાછો કાઢ્યો હતો.૨૦૭ અહિલ પછી એને કાકા-મહેંદ્રને પુત્ર અણહિલ સત્તા ઉપર આવ્યો ત્યારે પણ આ ચૌહાણે અને ચૌલુક્ય વચ્ચે વિગ્રહ ચાલુ. રહ્યો હતો. ચડી આવેલા ભીમદેવ ૧ લાના સૈન્યને અણહિલે ભારે પરાજય આ હતે.
અણહિલ પછી એને પુત્ર બાલાપ્રસાદ ગાદીએ આવ્યો, જેણે ભીમદેવ ૧ લાના કબજામાંથી ભિન્નમાલના કૃષ્ણરાજને છોડાવ્યો હતો.
બાલાપ્રસાદ પછી એનો નાનો ભાઈ જિંદુરાજ સત્તા ઉપર આવ્યો. એના પછી ગાદીએ આવેલા પૃથ્વીપાલને ચૌલુક્ય કર્ણદેવ સાથે અથડામણ થઈ હતી, જેમાં એણે કર્ણનો પરાજય કર્યો હતો. ૨૦૮ પૃથ્વીપાલ પછી ગાદીએ આવેલો એને નાનો ભાઈ જોજલ એક અણહિલપરે પાટણ સુધી ધસી આવ્યો હતો અને એનો કબજે કર્યો હતો. સંભવ છે કે કર્ણદેવ પછી સિદ્ધરાજની સગીરાવસ્થામાં આ બનાવ બન્યો હોય.૨૦૯
જેજલ પછી એને સૌથી નાનો ભાઈ આશરાજ સત્તા ઉપર આવ્યો. આ આશરાજે પૃથ્વીપાલના પુત્ર–પિતાના ભત્રીજાને નફૂલની ગાદી ખાલી કરી આપી હતી અને પિતે ગોડવાડ(મારવાડ)ના બાલીમાં જઈ રાજ્ય કરવા લાગ્યો હતો. ૨૧° એના મનમાં નફૂલની સત્તા હાથ કરવાનું હશે, કારણ કે એણે સિદ્ધરાજના વિગ્રહમાં સિદ્ધરાજને સહાય આપી હતી.
રત્નપાલ પછી એને પુત્ર રાયપાલ ગાદીએ આવ્યો હતો. રાયપાલની પાસેથી આશરાજના પુત્ર કહુદેવે થોડા સમય માટે નફૂલને કબજે ઈ. સ. ૧૧૪૩-૪૪ પૂર્વ લઈ લીધે હતા, પણ ઈ. સ. ૧૧૪૫ માં રાયપાલે એ ફરી હસ્તગત કરી લીધું હતું. ૨૧૧ કટુદેવ પાછો બાલી ચાલ્યો ગયો હશે. - રાયપાલ અને કહુદેવ બનેએ સિદ્ધરાજ સાથે સારાસારી રાખી જણાતી નથી, અને પરિણામે સિદ્ધરાજના મરણ પછી કુમારપાલે વિ. સં. ૧૨૧૦(ઈ. સ. ૧૧૫૪) સુધીમાં બંનેના પ્રદેશ ચૌલુક્ય સત્તા નીચે લઈ ત્યાં વૈજલદેવને દંડનાયક તરીકે નીમી દીધો હતો. દંડનાયકની દેખરેખ નીચે રાયપાલના પુત્ર પૂનપાલદેવને જોધપર