________________
૧૮૦ ]
સેલંકી કાલ માં કેદ પકડાય અને માર્યો ગયો. એના મરણ પછી નાના ભાઈ હરિરાજે અજમેરનાં સત્તાસૂત્ર હાથ કર્યા, પણ કબુદ્દીને છેવટે એને પરાજય કર્યો અને અજમેરમાં મુસ્લિમ શાસન સ્થાપ્યું. આ હરિરાજ અને એના કુટુંબને રણથંભોરમાં ગાદી સ્થાપીને રહેલા એના કુટુંબી ગોવિંદરાજે આશ્રય આપે. બેશક, થોડા સમયમાં ગોવિંદરાજે મુસ્લિમ સત્તાની આણ સ્વીકારી લીધી. એના પછી એના પુત્ર ગઢપતિ બાલ્ડણદેવે માથું ઊંચકેલું, પણ ઈ. સ. ૧૨૨૬ માં અહતશે ચડાઈ કરી અને રણથંભેર ઉપર વિજય મેળવ્યો.૨૦૪ બાહ્યણદેવને બે પુત્ર હતા, પ્રહલાદ અને વાડ્મટ. પિતે વૃદ્ધ થતાં એણે પ્રહલાદને ગાદી સોંપી. પ્રહલાદ. શિકારમાં મૃત્યુ પામતાં એનો પુત્ર વીરનારાયણ સત્તા ઉપર આવે. એને હાથે વાડ્મટનું અવસાન થતાં એ માળવા ચાલ્યો ગયો. દરમ્યાન અલ્તમશે રણભેર કબજે કરી લીધું. એ પછી વામ્ભટે માળવાના રાજવીનો વિનાશ કરી રણથંભેર મુસ્લિમોની પાસેથી હાથ કરી લીધું, ઉલુઘખાને (બબને) ઈ. સ. ૧૨૪૮ અને ૧૨૫૩ માં વાડ્મટ રણથંભેરમાં સત્તા ઉપર હતો ત્યારે ચડાઈ કરી, પરંતુ એમાં સફળતા મળી નહોતી. એના પછી એને પુત્ર જૈત્રસિંહ સત્તા ઉપર આવ્યો. જેસિંહ પણુ વાડ્મટ જે પરાક્રમી હતે. એને ઈ. સ. ૧૨૫૯ માં નાસિરુદ્દીન સુલતાને હાર આપી. એના પછી એના ત્રણ પુત્રામાં મોટે હમ્મીર ગાદીએ આવ્યો હતો. આ હમ્મીર ઘણે પ્રતાપી રાજા હતો અને એણે સંખ્યાબંધ પ્રદેશ ઉપર ચડાઈ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાં માળવા અને ગુજરાતને. પણ સમાવેશ થાય છે. મુરિલમો સાથેના વિગ્રહોમાં છેવટે અલાઉદ્દીને જાતે રણથંભોર ઉપર ચડાઈ કરી, ઈ. સ. ૧૩૦૧ માં હમ્મીરને વિનાશ કરી રણચંભેરનું–હકીકતે સપાદલક્ષ-શાકંભરી-અજમેરનું હવે સંપૂર્ણ રાજય દિલ્હીની સલ્તનતમાં ઉમેરી લીધું. ૨૦૫ (૨) નહૂલની શાખા
આ ચૌહાણવંશના પૂર્વ પરુષ તરીકે લક્ષ્મણનું નામ મળી આવે છે, જે શાકંભરીના વાકપતિરાજને પુત્ર અને તેથી સિંહરાજને નાનો ભાઈ થાય. એણે દસમી શતાબ્દીના મધ્ય ભાગમાં શાકંભરીથી આવી નહૂલનો કિલ્લે બંધાવ્યો અને એને પિતાની રાજધાની બનાવી એણે આસપાસના પ્રદેશમાં પિતાની આણ વરતાવી. એના પછી એને પુત્ર શોભિત ગાદીએ આવ્યું, જેણે પિતાના સમકાલીન આબુના પરમારવંશના રાજવીને હરાવ્યા હતા. એના પછી એને પુત્ર બલિરાજ આવ્યો. જેણે માળવાના રાજવી મુંજ(ઈ. સ. ૯૭૪-૯૫)ને પરાજય આપ્યો હતો. બલિ રાજ પછી એના કાકા વિગ્રહપાલને પુત્ર મહેદ્ર ગાદીએ આવ્યો. ચૌલુક્ય દૂર્લભ