________________
સમકાલીન રાજ્યો
[ ૧૭૯ ૧૧૬૩ દરમ્યાન રાજ્ય કર્યું અને એ ગાળામાં શાકંભરીની સત્તાને મહારાજ્યમાં ફેરવવા બાથ ભીડી. પંજાબમાં લડતાં એણે મુસ્લિમો સાથે પણ અનેક લડાઈ ખેડી. વળી મારવાડમાં દક્ષિણે પલ્લિકા(પાલી-જોધપુર નજીક) લૂંટી, જાબાલિપુર (જાલોર) બાવ્યું અને નફૂલનો પણ કચ્ચરઘાણ વાળ્યો. આ બધા પ્રદેશ ચૌલુક્ય કુમારપાલની સત્તા નીચે હતા.૧૯૭ - વિગ્રહરાજ ૪થા પછી એને પુત્ર અપર ગાંગેય ગાદીએ આવ્યો, પણ એ રોડા સમયમાં જ મરણ પામતાં અર્ણોરાજની બીજી રાણી સધવાના મોટા પુત્રનો પુત્ર પૃથ્વીટ ઉફે પૃથ્વીરાજ ૨ જ ગાદીએ આવ્યું. આ પૃથ્વીભટે શાકંભરીના શાસકને હરાવ્યાનું સૂચવાયું હેઈએમ લાગે છે કે પૃથ્વીભટે હવે અજમેરને રાજધાની બનાવી. એણે પણ મુસ્લિમોના આક્રમણને ખાળવા સારી વ્યવસ્થા કરી હતી.
પૃથ્વીભટ પછી એનો કાકો અને સિદ્ધરાજ જયસિંહને દૌહિત્ર સામેશ્વર ઈ. સ. ૧૧૬૮-૬૯માં ગાદીએ આવ્યો. આ પૂર્વે એ પાટણમાં જ હતો અને કુમારપાલ તરફથી કોંકણના મલ્લિકાર્જુન સામે લડ્યો હતો અને કોંકણ-નરેશને વધ કરવામાં સમર્થ થયો હતો. પાટણમાં હતો ત્યારે જ એ ત્રિપુરીના હૈહયરાજ અચલરાજની કપૂરદેવી નામની રાજકન્યાને પરણ્યો હતો, જેમાં એને પૃથ્વીરાજ અને હરિરાજ એ બે પુત્ર થયા હતા. ૧૯૮ પૃથ્વીટના ગુજરી ગયા પછી સપાલક્ષ-શાકંભરી-અજમેરના સામતેઓ બોલાવતાં એ અજમેર ગયો હતો અને રાજપદે સ્થાપિત થયે હતો.
અજયપાલ અને સોમેશ્વર વચ્ચે વિગ્રહ થયાનું અને એમાં અજયપાલને વિજય થતાં સેમેશ્વરે એને ભેટો મોકલ્યાનું જાણવામાં આવ્યું છે, પરંતુ યુદ્ધ ચયાને સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. ૧૮૯
એના મૃત્યુ પછી ઈ. સ. ૧૧૭૭ માં એનો મોટો પુત્ર પૃથ્વીરાજ ૩ જે ગાદીએ આવ્યો.૨૦ એ હજી સગીર હોઈ વિધવા રાણી કપૂરદેવીએ વાલીપદ સંભાળ્યું હતું. ૨૦૧
ભીમદેવ ૨ જે અને પૃથ્વીરાજ ૩ જે પ્રત્યક્ષ રીતે વિગ્રહમાં લડ્યા હતા કે નહિ એ સિદ્ધ થતું નથી, પરંતુ અજયપાલે સોમેશ્વરને હરાવ્યાનું જે કંઈ કલંક હતું તે દૂર કરવા પૃથ્વીરાજ ગુજરાતના શાસક સાથે કેઈ વિગ્રહમાં ખેંચાયાનું જાણવામાં આવ્યું છે. આમ છતાં બંને રાજ્ય વચ્ચે ઈ.સ. ૧૧૮ સુધીમાં મિત્રીનું સંપૂર્ણ વાતાવરણ સ્થપાઈ ચૂક્યું હતું.૦૨
મુસ્લિ સાથે એકથી વધુ વારની અથડામણમાં પૃથ્વીરાજ ઈ.સ. ૧૧૯૨