________________
૮ મું] સમકાલીન રાજ્યો
[ ૧૮૩ રાજ ચૌહાણને હાર આપી હતી. પછી ઈ. સ. ૧૨૧૧ અને ૧૨૧૬ વચ્ચે અતમશે જાલેરને કબજો લઈ લીધો. ઉદયસિંહની સહાયની આશાએ જ્યારે અતમશે ગુજરાત પર ચડાઈ કરી ત્યારે ઉદયસિંહે મુસ્લિમોને હાંકી કાઢવામાં વાઘેલા વિરધવલને સહાય કરી અને પિતાની પુત્રી વીરમદેવને પરણાવી. ઈ. સ. ૧૨૬૨ પૂર્વે જ એના પછી એને પુત્ર ચાચિગ આવ્યો, જેણે વાઘેલા વીરમદેવની સત્તાને ફગાવી દીધી અને અન્યત્ર બીજા પણ વિજય મેળવ્યા. ઈ. સ. ૧૨૭૭૧૨૮૧ વચ્ચે એના પછી એને પુત્ર સામંતસિંહ અને ઈ. સ. ૧૨૯૬ પછી. એને પુત્ર કાન્હડદેવ ગાદીએ આવ્યો. ઈ. સ. ૧૩૧૦-૧૧ માં અલાઉદ્દીને કરેલી ગુજરાતની સવારીમાં અડચણ કરતો હે જાલેર ઉપર ચડી જઈ કાનહડદેવને અને એના પુત્રને વીરમને હરાવી, એને મારી નાખી જાલેર અને સાર દિલ્હીની સલતનત સાથે જોડી દીધાં.૨૧૪ - સાચેર અને દેવડામાં ચૌહાણવંશની શાખાઓ સ્થપાયેલી તેઓને ગુજરાતના ચૌલુક્યો સાથે કઈ વિગ્રહ જાણવામાં આવ્યો નથી.
૨૧રાષ્ટ્રકૂટવંશ મૈત્રકકાલના અંતભાગથી ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની સત્તા પ્રસરી હતી ને એ સોલંકીકાલના આરંભમાં અહીં લુપ્ત થઈ હતી.૨૧૫ ગુજરાતની નજીકમાં આ કાલ દરમ્યાન રાષ્ટ્રકુટ(રાઠોડ)નાં બે રાજકુલ ચયાં. (૧) હસ્તિકુંડી હવાડ)ની શાખા
આ વંશને મૂળ પુરુષ કોઈ હરિવર્મા હતો. જ્યારે મૂલરાજ સોલંકી ગાદીએ આવ્યો ત્યારે હરિવર્માના પુત્ર વિદગ્ધરાજની સત્તા નીચેગડવાડ(રાજસ્થાન–મારવાડ)ને પ્રદેશ હતો. એના પછી એને પુત્ર મમ્મટ, અને એને પછી એને પુત્ર ધવલ ગાદીએ આવ્યો હતો. ૨૧ આ ધવલે, મુલરાજે જ્યારે આબુના ધરણીવરાહ ઉપર હુમલો કરી એને નસાડી મૂકેલે ત્યારે, ધરણીવરાહને રક્ષણ આપ્યું હતું.૨૧૭ | ધવલ પછી એને પુત્ર બાલપ્રસાદ ગાદીએ આવ્યું હતું. એ પછી આ વંશ વિશે કશી માહિતી મળતી નથી. અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે “ગોડવાડને પ્રદેશ નફૂલના ચૌહાણ આશરાજની સત્તા નીચે હત.૨ ૧૮ હકીકત ચૌહાણ રનમાલ આશરાજને નફૂલથી હાંકી કાઢવ્યા પછી ગેડવામાં આવી રાજય કરવા લાગ્યો હતો. ૨૧૯ (૨) જોધપુર(મારવાડ)ની શાખા
રાષ્ટ્રની એક શાખા તરીકે સ્વીકારેલા ગઢવાલ રાજવંશનું શાસન કઈ