________________
સમકાલીન રાજ્ય
[ ૧૫૯ શ્રી ચાચિગદેવ આ પંથકમાં ભીમદેવના પ્રતિનિધિ તરીકે સત્તા ઉપર હતો ત્યારે આ દાન આપ્યું હતું. એ આ રીતે સામંત હતા, સ્વતંત્ર સાર્વભૌમ સત્તાધારી નહોતે.
આ દાનશાસન પ્રમાણે એના પિતાનું નામ “ચઉંડરા’ હતું અને દાદાને નામ “મેહરરાજ આન” હતું, આ સિવાય આ નાના વંશ વિશે બીજી કશી માહિતી ઉપલબ્ધ નથી.૯૪ એ કહેવું મુશ્કેલ છે કે મેહરરાજ જગમલ તળાજાનો શાસક હતો. સંભવ છે કે તળાજા તીર્થ હોઈ ત્યાં એણે સખાવત કરી બે શિવાલય બનાવ્યાં હોય. એની સત્તા તે માત્ર ટિમ્બાણક ઉપર તેમજ કાંબલઉલિ ફૂલસર અને બાલાક એ ત્રણ ગામ ઉપર હશે.
મહુવાના સં. ૧ર૭ર-ઈ. સ. ૧૨૧૬ ના જૈન પ્રતિમા પરના અભિલેખમાં “ટિંબાનકમાં મેહરરાજ રણસિંહની સત્તા કહી છે.૯૫ તદ્દન સંભવિત છે કે આ રણસિંહ મેહરરાજ જગમલને પુત્ર છે.
આ મેહર-કુલને આ બે સિવાય બીજો કોઈ અભિલેખ હજી મળેલ નથી. એક બીજા મેહરકુલને અભિલેખ ગોહિલવાડના હટાસણું ગામમાંથી સં. ૧૩૮૬ (ઈ. સ. ૧૩૩)ને મળ્યો છે, જેનો તાલધ્વજ(તળાજા)માં અધિકાર હતું,૯! પરંતુ એને જગમલના કુળ સાથે કશો સંબંધ પકડાતો નથી.
૧૪. લાટને ચાલુક્ય વંશ (૧) પહેલી શાખા : સેનાપતિ બારપ અને ગેગિરાજ
કલ્યાણીને ચાલુક્ય તલ ૨ જાએ લાટ ઉપર વિજય મેળવ્યા (ઈ. સ. ૮૮૦ પૂર્વે)૯૭ પછી પિતાના જ એક ચાલુક્ય વંશના સેનાપતિ બારપ્પને લાટના સામંત તરીકે સ્થાપ્યો હતો. જ્યારે ગુજરાત ઉપર શાકંભરીના ચૌહાણ વિગ્રહરાજ ૧ લાએ ઉત્તર બાજુથી ચડાઈ કરી ત્યારે આ બારપે દક્ષિણ બાજુએથી હુમલે કર્યો. એ વખતે મૂલરાજે વિગ્રહરાજ સાથે સંધિ કરી બારપની સામે પિતાના પુત્ર ચામુંડરાજને મોકલ્યો, જેની સામેના યુદ્ધમાં બાર માર્યો ગયો.૯૮ આ પ્રમાણે લાટ ગુર્જરેશ્વર મૂલરાજના કબજામાં આવી તો ગયું, પણ ચેડા જ સમયમાં બારપના પુત્ર ગોગ્નિરાજે (ઉફે અગ્નિરાજે) પોતાના જમાઈ યાદવરાજ વેસુક, ચાલુક્યો અને દક્ષિણના બીજા રાજવીઓની સહાયથી એવે સમયે લાટને કબજે લીધે કે જે સમયે માળવાના સિંધુરાજના હુમલાને કારણે એને ખાળવા માટે ચામુંડરાજને લાટ છોડવું પડ્યું હતું.૯૯
દયાશ્રય જણાવે છે કે ચૌલુક્ય ચામુંડરાજે વલ્લભરાજને સત્તા સોંપ્યા પછી