________________
-૧૫૮ ]
સેલકી કાલ "
[ પ્ર.
મળી હતી. માંગુજીનું અવસાન થતાં એનો પુત્ર મધુપાલ (કે મુંજપાલ) સત્તા ઉપર આવ્યો. એના અવસાને એનો પુત્ર ધવલ (કે ધમલ) સત્તા ઉપર આવ્યું. રાજધાની જાંબુમાં હતી ત્યાં સં. ૧૨૫૦-ઈ. સ. ૧૧૯૪માં દિલ્હીના સુલતાન કબુદ્દીન અબકે ચડી આવી એને હાંકી કાઢો, પરંતુ પોતાના સસરાની મદદથી સમુદ્રકાંઠાનાં એકતાળીસ ગામ એણે કબજે લઈ “ધામલેજ” ગામ (?ધલમપુર, તા. વાંકાનેર, જિ. રાજકોટ) પિતાના નામ ઉપરથી વસાવી ત્યાં રાજધાની રાખી. મુસ્લિમ લશ્કર ચાલ્યાં ગયા બાદ એ જાબુમાં આવ્યો, પરંતુ જાબુને વેરાન જોઈ પાછો ધામલેજમાં આવી રહ્યો. આ ગામના નામ ઉપરથી ધવલની એક -શાખા “ધામલેજિયા ઝાલા” તરીકે પાછળથી જાણીતી થઈ
| ધવલ પછી એને પુત્ર કાલુજી થયે તેણે ધામલેજથી રાજધાની ખસેડી કુડા(તા. ધ્રાંગધ્રા, જિ. સુરેંદ્રનગર)માં કરી. એને પુત્ર ધનરાજ અને એના પછી એનો પુત્ર લાખ સત્તા ઉપર આવ્યો હતો. લાખા પછી ભોજરાજજી ૧ લે, એના પછી એને પુત્ર કરણસિંહજી, એના પછી પુત્ર આસકરણજી અને એના પછી સાધોજી એક પછી એક આવ્યા.૯૨અ આ રાજાઓ કુડામાં જ રાજ્ય કરતા હતા. આ રાજવીઓનાં વર્ષો જાણવામાં નથી. સાધોજી, સંભવ છે કે, ચૌદમી સદીના મધ્યભાગમાં થયો હેય.
૧૨. અહિ વનરાજ ચાવડા મૂલરાજે મામાની પાસેથી સારસ્વત મંડલનો કબજો લીધો ત્યારે છેલ્લા રાજા ભૂયડદેવભૂભટ)ની રાણું સગર્ભા હતી, એ ભદ્દી કુલની હેઈ દરવા (જેસલમેર વસ્યું તે પહેલાંની રાજધાની) જઈ રહી હતી, જ્યાં એણે “અહિવનરાજ' નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ કુમારે મોટો થતાં મૂલરાજ સામે -બારવટું ખેડયું હતું અને કચ્છનાં ૯૦૦ ગામ તાબે કરી, એ મારગઢ વસાવી
ત્યાં રહ્યો હતો. આ બનાવ બન્યો હોય તે એ પુંઅ રા'ના અવસાન પછી બન્યો સંભવે. અનુશ્રુતિ સિવાય બીજું કોઈ પ્રમાણ આ વિષયમાં જાણવામાં આવ્યું નથી.
૧૩. મેહર રાજા જગમલ્લ ભાવનગર પાસેના ટિમાણ (તા. તળાજા-દાંતા, જિ. ભાવનગર) ગામમાંથી મળેલા એક માત્ર તામ્રદાનશાસન ઉપરથી જાણવા મળે છે કે સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૭)માં મેહરરાજ જગમલે “ટિમ્બણક ગામમાં રહીને “તલાઝા મહાસ્થાનમાં બે શિવાલય કરાવી એના નિભાવ માટે જમીન આપી હતી. આ -દાનશાસન ઉપરથી જણાય છે કે એ ભીમદેવ ૨ જાના સમયમાં મહામાત્ય રાણક