________________
૧૪. ] સેલંકી કાલ
[ પ્રનિવૃત્તિ લીધી ત્યારે ગેગિરાજના શાસન નીચેના શુકલતીર્થમાં નર્મદાના કિનારે આવી વાસ કર્યો હતો.૧૦૦ કાતિરાજ
: ગાગિરાજ ક્યારે મરણ પામ્યો અને એને પુત્ર કીર્તિરાજ ક્યારે સત્તા પર આવ્યો એ જાણવામાં નથી આવ્યું, પરંતુ એટલું જાણવામાં આવ્યું છે કે ચૌલુક્ય વલ્લભરાજના અનુગામી દુર્લભરાજે ગોષ્યિરાજના પુત્ર કીર્તિરાજ પાસેથી ઈ. સ. ૧૦૧૮ પહેલાં લાટને કબજો મેળવ્યો હતો.૧૦૧
કીર્તિરાજે છેડા વખતમાં લાટ પાછું મેળવ્યું અને શ. સં. ૯૪ (ઈ.સ. ૧૦૧૮)માં તાપી-તટ પરની પલાશવા દેવીની મઠિકાને ગામનું દાન દીધું. ૧૦૨ આ અરસામાં પરમાર ભોજ દેવે લાટ પર પોતાની સત્તા પ્રસારી.૧૦૩ કીર્તિરાજ હવે મહારાજની ઊતરતી પદવી પામ્યો લાગે છે. વિ. સં. ૧૦૬૭( ઈ. સ. ૧૦૧૧) માં પરમાર મહારાજાધિરાજ ભેજદેવના આધિપત્ય નીચે મોહડવાચક–૭૫૦ મંડલમાંથી મહારાજ વત્સરાજે ભૂમિદાન દીધું૪ તે વત્સરાજ આ મહારાજ કીર્તિરાજને પુત્ર હેવો સંભવે છે. વત્સરાજ
વત્સરાજ “મહારાજ” કહેવાતો. નર્મદાની ઉત્તરે આવેલા પ્રદેશના રાજા સરાદિત્યની જેમ વત્સરાજ પણ પરમાર ભાજદેવને સામંત લાગે છે. લાટરાજ વત્સરાજની પ્રેરણાથી કવિ સોઢલે ૩યપુરથા ની રચના કરી હતી. ૧૦૫ વત્સરાજે શ. સં. ૯૭૨(ઈ. સ. ૧૦૫૦-૫૧)માં સોમનાથ પાટણમાં સોમનાથ મહાદેવ માટે સેના અને રત્નથી ભરેલું છત્ર અર્પણ કર્યું હતું.' ત્રિલોચનપાલ
વત્સરાજ પછી એનો પુત્ર ત્રિલોચનપાલ ગાદીએ આવ્યો. એણે શક વર્ષ હર(ઈ. સ. ૧૦૫૦)માં માધવ નામે ભાર્ગવ બ્રાહ્મણને ગાયનું દાન દીધું હતું. ૧૦૭ ચૌલુક્ય ભીમદેવ ૧ લાએ અને ચેદિરાજ કણે ધારાના ભોજદેવ ઉપર ચડાઈ કરી એને પરાજય કર્યો તે વિજયના અનુસંધાનમાં ત્રિલોચનપાલ પાસેથી ચૌહાણવંશના સિંહે લાટને કબજે લઈ પોતાની સત્તા એ પ્રદેશમાં વિસ્તાર્યાનું જાણવામાં આવ્યું છે. ૧૦૮ ત્રિવિક્રમપાલ
ત્રિલોચનપાલના પુત્ર ત્રિવિક્રમપાલનું શક ૯૯૯(ઈ.સ. ૧૦૭૭)નું દાનશાસન મળી આવ્યું છે. એણે એના પુરોગામીના હાથમાંથી ચાલ્યા ગયેલા રાજ્યને