________________
૮ મું 1 સમકાલીન રાજ્ય
[ ૧૪૧ કાઠીઓને પરાજય આપી નસાડી મૂક્યા, પરંતુ એ પાછા આવતા હતા ત્યારે પાછળથી અચાનક હલ્લો કરી કાઠીઓએ રસ્તામાં રાની હત્યા કરી. રા'ખેંગાર ૩ જે (ઈ. સ. ૧૨૫૩-૧૨૬૦)
પિતા મરાઈ જતાં એને પુત્ર ખેંગાર ગાદીએ આવ્યો. કાઠીઓનાં ધીંગાણું ચાલુ હતાં તેથી ગાદીએ આવીને તરતમાં જ ખેંગારે કાઠીઓને દબાવવા પગલાં લીધાં. એમાં ઢાંકના અર્જુનસિંહની પણ એને સારી મદદ હતી. અંતે કાઠીઓને પૂરા સકંજામાં લઈ ઢાંક અને આસપાસનાં ગામોમાં ખેતી માટે જમીન આપી ટાઢા પાડ્યા. જુવાનીમાં એ આડે રસ્તે ચડ્યો અને પરિણામે મેરેની સાથે શત્રુતા થતાં મેરેએ રા' ખેંગાર અને એના ઢાંકના મિત્ર અર્જુનસિંહને ખતમ કરી નાખ્યા. ” માંડલિક ૧ લો (ઈ. સ. ૧૨૬૦-૧૩૦૬)
ઈ. સ. ૧૨૬૦ માં જુવાન રાખેંગાર ૩ જો મરણ પામે ત્યારે એને કુમાર નાની ઉંમરનો હતો અને રાજ્યને ભાર મંત્રી મહીધર ઉપર હતો. વીસલ દેવ વાઘેલે ગુજરાતને સર્વસત્તાધીશ હતો અને સૌરાષ્ટ્રના રાજવીઓ એના સામંત બની રહ્યા હતા. રા” પાસે એ સમયે જૂનાગઢ અને આસપાસને થોડે પ્રદેશે માત્ર હતાં. ઈ. સ. ૧૨૬૧ માં જગતસિંહ નામનો કોઈ રાજપૂત જૂનાગઢમાં આંતરિક ઝગડાનો લાભ લઈ ચડી આવેલો, પરંતુ એને સફળતા ન મળી. એણે સુલેહ માગતાં રા' માંડલિકે એને જ કર્યો અને વંથળીમાં એને જાગીર આપી. | રા'માંડલિકના રાજ્યકાળ દરમ્યાન ઈ. સ. ૧૨૬૨ માં વીસલદેવ વાઘેલો. ઈ. સ. ૧૨૭૫ માં અર્જુનદેવ વાઘેલે અને ઈ. સ. ૧૨૯૬ માં સારંગદેવ વાઘેલે અવસાન પામ્યા. ઈ. સ. ૧૨૯૯માં અલાઉદ્દીન ખલજીએ ગુજરાતસૌરાષ્ટ્ર ઉપર પકડ જમાવવા ફરજ મોકલી અને અણહિલપુર પાટણ ઉપર એણે પકડ જમાવી. કર્ણ વાઘેલે ત્યાંથી નાસી છૂટ્યો. મુરિલમ સત્તાએ ઉત્તર ગુજરાત ઉપર વર્ચસ જમાવી સોમનાય તરફ મીટ માંડી.૩૭ એ વખતે સૌરાષ્ટ્રના હિંદુ રાજવીઓ એનો સામનો કરવા તૈયાર થયા, પરંતુ મુસ્લિમ સેના ઝડપથી સોમનાથને વંસ કરી, માંગરોળને રસ્તે આગળ વધી માધવપુરનું માધવરાયજી મંદિર, બરડાનું બિલેશ્વરનું મંદિર અને દ્વારકાના જગતમંદિરનો ધ્વંસ કરી, કચ્છમાં કંથકોટ પહોંચી અને ત્યાંના મંદિરનો વંસ કરી એણહિલપુર પાટણ પાછી આવી ગઈ રા માંડલિકે પ્રભાસપાટણ ઉપર હલે કરી, ત્યાંના મુસ્લિમ અધિકારીને નાશ કરી વાજા વયજલદેવને પ્રભાસપાટણનો અધિકાર સો. એણે મુસ્લિમ ઉપર વિજય મેળવ્યાની હકીકત દામોદરકુંડના શિલાલેખમાં જણાવવામાં આવી છે. રા' માંડલિક ઈ. સ. ૧૩૦૬ માં અવસાન પામે અને