________________
૧૪૦ ] સોલંકી કાલ
[ અ. લઈ ગમે ત્યાં એ મરા અને સોરઠી સેના રગદોળાઈ ગઈ. ચૂડામણિએ ઘૂમલીના મેહ જેઠવાની સત્તા નીચેથી માંગરોળ અને ચેરવાડને પ્રદેશ ઝૂંટવી લીધેલ. એ ભરાઈ જતાં ઘૂમલીન જેઠવાઓએ પોરબંદર-બળેજ-માધુપુર કબજે કર્યા અને કુતિયાણાનો પ્રદેશ પણ ઝૂંટવી લીધું. ઈ. સ. ૧૨૦૦માં રાણાના યુવરાજ વિકિયોછ અને રા” વચ્ચે સાકુકા(અજ્ઞાત)ના પાદરમાં યુદ્ધ થયું તેમાં વિકિમાઈને સખ - હાર મળી. રા'એ એ પ્રદેશ હસ્તગત કર્યો.
આ રા'ના સમયમાં ભીમદેવની હૂંફથી ગિરનાર ઉપર જનોનાં ઘણું મંદિર બંધાયાં હતાં. રા” મહીપાલ ૨ જે ઈ. સ. ૧૨૦૧માં મરણ પામે. રા' જયમલ (ઈ. સ. ૧૨૦૧-૧૨૩૦)
ઈ. સ. ૧૨૦૧ માં એ સોરઠની ગાદીએ આવ્યું ત્યારે એ નાની ઉંમરનો હતો એને લાભ પડોશી રાજ્ય સેવા મંડ્યાં. એ સમયના ઘૂમલીના રાણા વીકિયાએ ઢાંક અને કંડોરણા(રાણાવાવ મહાલ, જિ. જુનાગઢ)ની વચ્ચે આલેચની પર્વતમાળામાં છાવણી નાખી સોરઠની જમીન દબાવવાનો પ્રયાસ કર્યો. રા' જયમલે સામે જઈ પ્રબળ સામને આપ્યો અને એ સમ માતરીના ડુંગર પાસેના યુદ્ધમાં વીકિયાને સખત હાર આપી. રાણાએ સંધિ કરી ઢાંકથી બરડા સુધીના પ્રદેશમાં રાએ ન જવું અને ઘેડ તથા આસપાસના પ્રદેશમાં રાણાએ ન જવું એવી બંધણી સ્વીકારી. વીકિઝ ઈ. સ. ૧૨૨૦ માં અવસાન પામતાં એના
અનુગામી વજેસંગે સંધિનો ભંગ કરી આક્રમણ કર્યું, પણ રા'એ ફરીથી સજજડ - હાર આપી અને મોટો દંડ વસૂલ કર્યો. રા' જયમલના પાછલા દિવસોમાં દક્ષિણ
સૌરાષ્ટ્રના વાજાઓએ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવાઓએ એની સામે નિરંતર યુદ્ધ આપ્યાં હતાં, છતાં એણે મક્કમ સામને આપી સેરઠના રાજ્યને સાચવી રાખ્યું હતું. એ ઈ. સ. ૧૨૩૦ માં અવસાન પામ્યો. રા' મહીપાલ ૩ જો (ઈ. સ. ૧૨૩૦-૧૨૫૩)
રા' જયમલ પછી એને પુત્ર મહીપાલ સત્તા ઉપર આવ્યું. એ એ નબળા નીકળે કે જૂનાગઢથી નવ માઈલ ઉપરનું મૂળ રાજધાનીનું સ્થાન વંથળી પણ એની સત્તામાં ન રહ્યું. સાર્વભૌમ સત્તા સેલંકીઓના હાથમાં હતી.
રા’ મહીપાલના સમયમાં કાઠીઓએ માથું ઊંચક્યું હતું. રા’ના આશ્રિત કાઠીઓએ બળ કર્યો તેમાં રાનો પ્રધાન મોતીશા માર્યો ગયે, તેથી રા'એ એના માંડલિક કાઠીઓને હરાવ્યા, એટલે કાઠીઓ ઢાંક તરફ વળ્યા અને એમણે એનો કેટલેક પ્રદેશ કબજે કર્યો. ઈ. સ. ૧૨૫૩ માં રા'એ આ સામે જઈ