________________
૧૪૨ ]
સોલંકી કાલ
[ પ્ર.
એિને પુત્ર સોરઠન સત્તાધીશ બન્યો.
૫. વંથળીને અજ્ઞાત વશ ઘેડા સમય માટે વંથળીમાં એક અન્ય કુલનું શાસન જોવા મળે છે. શ્રી શં. હ. દેશાઈના જણાવ્યા પ્રમાણે કઈ જગતસિંહ નામને સરદાર જૂનાગઢ ઉપર ચડી આવ્યો હતો. શરૂઆતમાં તે એણે યાત્રા માટે જૂનાગઢ આવું છું એવું કહેણ મે કહ્યું હતું, તેથી રા' માંડલિક ૧ લાએ એનું ભાવભીનું સ્વાગત કર્યું. પરંતુ માંડલિક હજી તાજે જ ગાદીએ આવેલ હેઈ, એ તકનો લાભ લઈ જગતસિંહે રાજમહેલને ઘેરી લીધ ને રાને કેદ કરી લીધે, પણ રાના સરદાર ચેતી ગયા અને તેઓએ જગતસિંહને સપડાવ્યું. જ્યારે જોયું કે પરિણામ વિનાશમાં આવશે એટલે -સુલેહ યાચી. રા'એ એને માફી આપી, ઉપરાંત વંથળીની જાગીર આપી.૩૮
વંથળી-મેરઠમાંથી વર્ષ વિનાને એક અભિલેખ મળે છે તેમાં એક જગતસિંહે મંજિજ-નિય = મંડલિકની સેનાને હરાવ્યાનું નોંધાયું છે૩૯ આ લેખ તૂટક હોઈ એમાં અભિલેખનું વર્ષ ગયું છે, પણ એ લેખમાં વામનપુર-વામિનસ્થલી-વંથળીને લગતી મહત્તવની ઐતિહાસિક વસ્તુ જોવા મળે છે. પ્રથમ તો, જગતસિંહની માતાનું નામ “વિંઝલદેવી” હતું કે જેના સ્મારકમાં જગતસિંહે વિંઝલેશ્વર મહાદેવનું મંદિર કરાવ્યું હતું. જગતસિંહને ભાઈ અરિસિંહ હતો, જેનો પુત્ર ક્ષેમાનંદ હતું. આ ક્ષેમાનંદ ચૌલુક્ય નૃપતિ વિરધવલની પુત્રી મીમલદેવીને પરણ્યો હતો, જેમાં એને વિજયાનંદ નામનો પુત્ર થયું હતું. (ત્યાં જ બીજું નામ “વિદ્યાનંદ” પણ મળે છે.) ચૌલુક્યોના સમયમાં રાષ્ટ્રક્ટવંશનો ઉદલ નામને વીર યોદ્ધો હતો. એ ઉદ્દાલને જૈત્રસિંહ અને એને ભીમસિંહ શ. એ ભીમસિંહને આણલદેવીમાં નાગલદેવી નામની પુત્રી થઈ હતી, જેનાં લગ્ન વિજયાનંદ સાથે થયાં હતાં. તેઓને સામંતસિંહ તથા તેજસિંહ નામે બે પુત્ર અને હીરાદેવી તથા તારાદેવી નામે બે પુત્રી થઈ હતી.
આ વિજયાનંદ (વાઘેલા) વામનસ્થલીમાં સારંગદેવને મહામંડલેશ્વર (અર્થાત સામંત પ્રતિનિધિ) હતો અને ક્ષેમાનંદનો એ પુત્ર “ભૂભુત્પલ્લી (ધૂમલી)ના ભાન (ભાણ જેઠવા) ઉપર ચડાઈ લઈ ગયો હતો (વિ. સં. ૧૩૪૬-ઈ. સ. ૧૨૯૦ પહેલાં). આ વખતે રાષ્ટ્રકૂટવંશના મલને પુત્ર હરિપાલ પણ સાથે ગયા હતા.૪૦
૬. જેઠવા વંશ ઘૂમલીના છેલ્લા જ્ઞાત સંધવ રાજા જાઈ ૨ જાનું છેલ્લું દાનશાસન ઈ. સ. ૯૧૫નું જાણવામાં આવ્યું છે. આ સંધવ વંશનું પછી શું થયું એ જાણવામાં આવ્યું