________________
૧૧૬ ] સેકી કાલ
[પ્ર. નામે ત્રણ પુત્ર હતા. કુમારે ગુર્જર રાજ્યના અક્ષપટલાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી ને મુનિચંદ્રસૂરિકૃત “અમમસ્વામિચરિત'નું સંશોધન કર્યું હતું.૭
કુમારને વચેટ પુત્ર સોમેશ્વરદેવ “ગુજરેશ્વર-પુરોહિત” હતું ને ચૌલુકા રાજાઓને પૂજ્ય હતું. એ સુપ્રસિદ્ધ સાહિત્યકાર પણ હતો. એણે યામ(પ્રહર)માં નાટક રચીને ભીમદેવ ૨ જાની સભાને પ્રસન્ન કરી હતી. એ ચૌલુક્ય રાણા લવણપ્રસાદ અને વીરધવલ સાથે ગાઢ સંબંધ ધરાવતો. વસ્તુપાલ-તેજપાલને અમાત્ય નીમવા વિરધવલને એણે ભલામણ કરી હતી. વસ્તુપાલ એની સાહિત્યિક પ્રવૃત્તિએને ભારે પ્રોત્સાહન આપતે. સોમેશ્વરદેવ વસ્તુપાલન પરમ પ્રશંસક હતા. એણે વસ્તુપાલની પ્રશસ્તિરૂપે “કીર્તિકૌમુદીનામે મહાકાવ્ય રચ્યું છે તેમજ નાની મોટી અન્ય પ્રશસ્તિઓ રચી છે. એણે “સુરથોત્સવ” નામે પૌરાણિક મહાકાવ્ય,
ઉલ્લાઘરાઘવ” નામે નાટક, “રામશતક' કાવ્ય અને “કર્ણામૃત” નામે સુભાષિતા વલીની પણ રચના કરી છે. આબુ, ગિરનાર અને શત્રુંજય પર વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલાં મંદિરોને લગતી એની પ્રશસ્તિઓ (વિ. સં. ૧૨૮૬-૮૮) જાણીતી છે. વિરધવલે બંધાવેલા વીરનારાયણ પ્રાસાદને લગતી એની પ્રશસ્તિ હાલ ઉપલબ્ધ નથી; ડભોઈના વૈદ્યનાથ મંદિરને લગતી વસલદેવના સમયની એની પ્રશસ્તિ (વિ. સં. ૧૩૧૧) તૂટક તૂટક જળવાઈ છે. એને લલશર્મા (૨ જે) નામે પુત્ર હતો. વસ્તુપાલના મૃત્યુ (વિ. સં. ૧૨૯૬) પછી સોમેશ્વરદેવે વ્યાસવિદ્યા છોડી દીધી હતી.
આમ સોમશર્માના કુલને ચૌલુક્ય રાજવંશ સાથે ત્રણ શતકો જેટલા લાંબા કાલને સતત સંબંધ હતો ને એ કુલ સેમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર હતો.
મંત્રી ચંડપનું કુલ-અણહિલપુરમાં પ્રાગ્વાટ(પિરવાડ) જ્ઞાતિના ચંપનું કુલ• પણ ગુર્જરેશ્વર ચૌલુક્ય વંશ સાથે સતત સંબંધ ધરાવતું. ચંઠ૫ એ રાજ્યમાં મંત્રી-પદે હતો. એને ચાંપલદેવી નામે પત્ની હતી. એને પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતો. એ પિતે શંકરભક્ત હતો, જ્યારે એની પત્ની જયશ્રી જૈન હતી. ચંડપ્રસાદને વામદેવી નામે પત્નીથી સૂર અને સોમ નામે બે પુત્ર હતા. તેમ સિદ્ધરાજ જયસિંહના ખજાનચી તરીકે અધિકાર ધરાવતા. એને સીતાદેવી નામે પત્ની અને અશ્વરાજ નામે પુત્ર હતા. અશ્વરાજ પણ મંત્રીપદ ધરાવતે. એને કુમારદેવી નામે પત્ની હતી. એ દં૫તિ આભૂની પુત્રી હતી. એ બાળવિધવા હતી ને એણે પુનર્જન કર્યું હતું. અશ્વરાજે વાવ, કૂવા, પરબ વગેરે બંધાવ્યાં ને માતાને પાલખીમાં બેસાડી યાત્રા કરાવી. એને ચાર પુત્ર હતા-લૂસિંગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ, અને સાત પુત્રીઓ હતી. લૂસિંગ વહેલી વયે મૃત્યુ પામ્યો. માદેવને