________________
નામાંકિત કુલે અને અધિકારીઓ
[ ૧૧૭ પૂર્ણસિંહ નામે પુત્ર અને પેથડ નામે પૌત્ર હતા. વસ્તુપાલ-તેજપાલ રાજા ભીમદેવ ર જાની સેવામાં હતા. રાજાને વિનંતી કરી ધોળકાના રાણા વિરધવલે તેઓને પિતાના મહામાત્ય નીમા(વિ. સં. ૧૨૭૬). વતુપાલે ખંભાતનો વહીવટ વ્યવસ્થિત કરી ત્યાં પિતાના પુત્ર જયંતસિંહની નિમણૂક કરાવી (વિ. સં. ૧૨૭૯).૧૨ મહામાત્ય તરીકે એણે ધોળકાના અને ગુજરાતના રાજયને સુરક્ષિત રાખવામાં ઘણે ફાળો આપ્યો. એ કવિ હતા ને કવિઓને પ્રોત્સાહન આપત. એ “કૂલસરસ્વતી, સરસ્વતીકંઠાભરણ” કે “સરસ્વતીધર્મપુત્ર' કહેવાતો.૧૩ કવિ તરીકે એ “વસંતપાલ” તરીકે ઓળખાતો. ૧૪ એણે “નરનારાયણનંદ” નામે મહાકાવ્ય રચ્યું છે. એણે કેટલાંક તેત્ર પણ રચેલાં. એના મંડળમાં સોમેશ્વરદેવ, હરિહર, અરિસિંહ, અમરચંદ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, નરેદ્રપ્રભસૂરિ, બાલચંદ્ર, જયસિંહસૂરિ અને માણિક્યચંદ્ર જેવા અનેક વિદ્વાનો તથા સાહિત્યકારેનો સમાવેશ ૨.૧૫ જાલેરને વિદ્વાન મંત્રી યશવીર એને ગાઢ મિત્ર
હતો. ૧૬
વસ્તુપાલે ગિરનાર અને શત્રુંજયની તેર યાત્રા કરી હતી ને અનેક વાર સંધ કાઢવ્યો હતે. એમાં સં. ૧૨૭૭ની યાત્રા સુપ્રસિદ્ધ છે. એણે ગુજરાતમાં ઠેકઠેકાણે મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા ને નવાં મંદિર બંધાવ્યાં, જલાશ ધર્મશાલાઓ પ્રાકારો વગેરે પણ કરાવ્યાં. એમાં શત્રુંજય અને ગિરનાર પરનાં મંદિર ખાસ નોંધપાત્ર છે. વળી અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનપુર, સ્તંભતીર્થ, દર્ભાવતી, ધવલક્કક આદિ નગરોમાં અનેક ધર્મસ્થાન કરાવ્યાં, જે હાલ મે જૂદ રહ્યાં નથી. એણે મસ્જિદો પણ બંધાવી હતી. ૧૭ એને લલિતાદેવીથી જયંતસિંહ નામે પુત્ર હતો.
તેજપાલ રાજ્યકાર્ય વધુ સંભાળતો. એણે ગોધરાના રાજા ઘૂઘુલને પરાભવ કર્યો હતો. એણે પણ અનેક સુકૃત કરાવ્યાં છે, જેમાં આબુ પરના દેલવાડામાં બંધાયેલું નેમિનાથ-ચિત્ય ખાસ નોંધપાત્ર છે. આ મંદિર એણે પત્ની અનુપમદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેય અર્થે બંધાવેલું ૧૮ અનુપમદેવી ચંદ્રાવતીના પ્રાગ્રાટ શ્રેણી ધરણિગની પુત્રી હતી. એ દેખાવમાં વિરૂપ, પણ બુદ્ધિમાં નિપુણ હતી. એ પદર્શનમાતા” કહેવાઈ એટલી વિદ્વાન હતી ને કંકણકાવ્ય રચતી.૧૯ તેજપાલને સુહડાદેવી નામે બીજી પત્ની હતી, જેના શ્રેય માટે એણે આબુના નેમિનાથ–ચત્યમાં એ સુંદર ગોખલા કરાવ્યા. એને સુહડસિંહ નામે પુત્ર હતો.
મહામાત્ય વસ્તુપાલ વિ. સં. ૧૨૯૬ માં અને મહામાત્ય તેજપાલ વિ. સં. ૧૩૦૪ માં મૃત્યુ પામે.૨૧ વિ સં. ૧૩૦૦ માં રાણે વીસલદેવ “ગુજરશ્વર” બન્યો હતો.