________________
નામાંકિત કુલા અને અધિકારીએ
[ ૧૧૫
પુત્ર શાભ જયસિંહદેવનેા પ્રિય મિત્ર હતા. એના પુત્ર વલ્ર કુમારપાલના સચિવ થયા. એની પત્ની રાહિણી હતી. એના પુત્ર શ્રીધર ભીમદેવ ૨ જાના અધિકારીઓમાં પરમ માન્ય હતા. એ વિવિધગુણસંપન્ન હતા. એને સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી નામે ત્રણુ પત્ની હતી. એણે માલવસેનાથી આક્રાંત થયેલા દેશને મ`ત્રબળથી સ્થિર કરી દેવપત્તન(સામનાથ પાટણ)નું રક્ષણ કર્યું વળી દુર્ગાના દર્પરૂપ શ્રીધરે વીર હમ્મીરના સૈન્યને તૃણ્ સમાન કરી નાખ્યું. એણે માતાના શ્રેય અર્થે રાહિણીસ્વામી નામે કૃષ્ણનું મંદિર અને એક શિવાલય બધાવ્યું. એની પ્રશસ્તિ સામનાથ પાટણમાં કોતરેલી છે. એ ક્લેક જેટલી વિસ્તૃત છે, પરંતુ એના ઘણા ભાગ ખડિત છે. એ સં. ૧૨૭૩(ઈ. સ. ૧૨૧૬)માં રચાઈ છે.૨
પુરાહિત સેાલશર્માનું કુલ-નગર(વડનગર)ના વસિષ્ઠ ગાત્રના ગુલેચા કુલમાં સાલશાં નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયા. એ ગુર્જરેશ્વર મૂલરાજના પુરાહિત હતા. એના પુત્ર લલ્લશમાં ચામુંડરાજનેા પુરાહિત થયા. એને પુત્ર મુંજ ૧ લે। દુ`ભરાજના પુરાહિત હતા. દુર્લભરાજના સમયમાં સુવિહિત જૈન સાધુઓને અણહિલવાડમાં વસવાટ કરવા દેવા માટે રાજાને ભલામણ કરનાર સેામ કે સામેશ્વર'મુંજને પુત્ર સામેશ્વર લાગે છે. એ ભીમદેવ ૧ લાના પુરૈાહિત તરીકે જાણીતા છે,સામના પુત્ર આમશર્માએ ‘સમ્રાટ’ એવી યાજ્ઞિકી પદવી પ્રાપ્ત કરી. એણે શિવાલયે તથા સરાવરા બંધાવ્યાં. એ કણ દેવને પુરાહિત હતા. એણે ધારાનગરીના પુરાહિત કર્ણદેવ પર છેડેલી કૃત્યાને પોતાના મંત્રબળથી પાછી ધકેલી રાજાનું રક્ષણ ર્યું" હતું. આમશર્માના પુત્ર કુમાર ૧ લેા સિદ્ધરાજ જયસિંહના પુરાહિત હતા. એના પુત્ર સદેવ ૧ લાએ યજ્ઞ કર્યાં હતા દાન દીધાં હતાં. સદેવની જેમ એના પુત્ર આભિગ પણ ધમ પરાયણ હતા. સિદ્ધરાજનેા પ્રસિદ્ધ મંત્રી આલિગ કે આમિગપ પ્રાયઃ એ હતેા. એ કુમારપાલને પણ્ સમકાલીન હતા.૬ આમિગને ચાર પુત્ર હતાઃ સદૈવ ૨ જો, કુમાર્ ર્ જો, મુજ ૨ જો અને આહ, સદેવે રાજા કુમારપાલનાં અસ્થિ ગંગામાં પધરાવ્યાં હતાં. એણે ઠેકઠેકાણે તળાવ કરાવ્યાં હતાં. કુમારે રાજા અજયપાલને આગ્રહ છતાં સૂર્ય ગ્રહણ પ્રસ ંગે રત્નરાશિના પ્રતિગ્રહ કર્યાં નહોતા. એણે રાજાને યુદ્ધમાં પડેલા ધા કટુકેશ્વરની આરાધના કરીને રૂબ્યા હતા. મૂલરાજ ૨ જાના સમયમાં એણે દુકાળના વખતે લોકોને કરમુક્ત માવ્યા હતા. રાષ્ટ્રકૂટ પ્રતાપમલે કુમારને પ્રધાન મંત્રી નીમ્યા હતા. ચૌલુકય રાજાના સેનાપતિ તરીકે એણે અનેક પરાક્રમ કર્યાં હતાં. એ શાસ્ત્રમાં તેમજ સત્રમાં નિપુણુ હતા. એને લક્ષ્મી નામે પત્નીથી મહાદેવ, સામેશ્વર અને વિજય