________________
૭૨ ] સોલંકી કાલ
[પ્ર. સામંત ધારાવર્ષના ભાઈ પ્રહલાદને એનું રક્ષણ કરવું. આ વિગ્રહથી સામંતસિંહને કંઈ પ્રાદેશિક લાભ મળે લાગતો નથી.૧૨ આમ અજયપાલે પિતાના પૈતૃક રાજ્યને યથાતથ ટકાવી રાખ્યું.
પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ વયજલદેવ નામે પ્રતીહારે છરી વડે અજયપાલને મારી નાંખ્યો. ૧૩ આ રાજાએ માત્ર ત્રણ વર્ષ સં. ૧૨૯(ઈ. સ. ૧૧૭૨) થી સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬૪) સુધી રાજ્ય કર્યું.
અજ્યપાલને બે પત્ની હતી-નાઈકિદેવી અને કપૂરદેવી; અને ઓછામાં ઓછા બે પુત્ર હતાઃ મૂલરાજ અને ભીમદેવ.
૧૦. મૂલરાજ ૨ જે અજયપાલ પછી એનો મેટે પુત્ર મૂલરાજ રે જો ગાદીએ આવ્યો. પ્રબંધચિંતામણિમાં એને “બાલ મૂળરાજ” અને વિચારણમાં “લઘુ મૂલરાજ' કહ્યો છે. એની માતા નાઈકિદેવી પરમર્દી રાજાની પુત્રી હતી. એ પરમદ ગોવાને કદંબ રાજા શિવચિત્ત-પરમર્દી હોવાનું મનાય છે, પરંતુ એ ચંદેલ રાજા પરમર્દી હેવાને વિશેષ સંભવ રહેલો છે. ૧૫ મૂલરાજને રાયકાલ પ્રબંધચિંતામણિમાં સં. ૧૨૩૩ થી ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૭ થી ૧૧૭૯) ને અને વિચારશ્રેણીમાં ૧૭ સં. ૧૨૩૨ થી ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૬ થી ૧૧૭૮) ને જણાવ્યું છે. મૂલરાજનું દાનશાસન ૮ સં. ૧૨૩૨(ઈ.સ. ૧૧૭૬) નું મળ્યું હેઈ, અહીં વિચારશ્રેણીમાં જણવેલું વર્ષ સ્વીકાર્ય છે.
એ વર્ષે મૂલરાજે અજયપાલની રાણી કપૂરદેવીની ઉત્તરક્રિયા દરમ્યાન એની શવ્યાનું દાન લેનાર નાગર બ્રાહ્મણ પ્રભાકરને ભૂમિદાન દીધું. આ પરથી મુલરાજની એ અપર માતાનું મૃત્યુ એના રાજ્યારોહણ પછી થયું જણાય છે.
એના ઉત્તરાધિકારીઓનાં ઘણું દાનપત્રોમાં મૂલરાજે ગર્જનકના દુર્જય અધિરાજને યુદ્ધમાં પરાભૂત કર્યાને” ઉલ્લેખ આવે છે; ને બાકીનાં દાનપત્રોમાં એને “ ચ્છરૂપી તમરાશિથી છવાયેલા મહીવલયને ઉજાસ આપનાર બાલાર્ક' તરીકે વર્ણવ્યો છે. કાર્તિકૌમુદી, વસંતવિલાસ, સુતસંકીર્તન અને સુકૃતકીર્તિકલ્લોલિનીમાં પણ મૂલરાજે મુસ્લિમોને હરાવ્યાનો ઉલ્લેખ આવે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે માતા નાઈકિદેવીએ બાલ સુતને ખોળામાં રાખીને ગાડરારઘટ નામના ઘાટમાં સંગ્રામ કરી પ્લેચ્છ રાજા પર વિજય મેળવ્યો. એ સમયે મૂલરાજ ખોળામાં રાખવા જેટલે નાનો નહિ હોય, પરંતુ ઇદ્રના પુત્ર જયંતને પાઠ ભજવી શકે તેવા “બાલ’ અથવા ઉત્તરાધિકારીઓનાં દાનશાસને જણાવે