________________
પ્રકરણ ૫ સોલંકી રાજ્યની આથમતી કલા
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમયમાં સોલંકી રાયે ભગવેલી સત્તા અને જાહોજલાલી તેઓના ઉત્તરાધિકારીઓના સમયમાં મંદ પડતી ગઈ જૈન પ્રબંધ કુમારપાલના ઉત્તરાધિકારીઓ વિશે ઘણું ઓછી માહિતી આપે છે.
૯. અજયપાલ કુમારપાલ અપુત્ર હોઈ એના મૃત્યુ પછી એના ભાઈ મહીપાલનો પુત્ર અજયપાલ ગાદીએ આવ્યો (સં. ૧૨૨૯-ઈ.સ. ૧૧૭૨). કુમારપાલ પિતાના દૌહિત્રને ગાદી આપવા માગતો હતો ને એથી અજયપાલે કુમારપાલને વિષ આપેલું એ અનુશ્રુતિ પછીથી ઊપજી હોઈ શ્રદ્ધેય જણાતી નથી. એવી રીતે રાજા થયા પછી અજયપાલે પૂર્વજોના પ્રાસાદોને નાશ કર્યો, પદ મંત્રીને મહામાત્યપદ આપીને રાતે મારી નંખા, કવિ રામચંદ્રને મારી નંખાબેને પિતાને આદર ન કરનાર આમભટને પણ મારી નંખાવ્યો એવી વાત મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં નોંધી છે, પરંતુ આ વાત સાંપ્રદાયિક દૃષ્ટિએ પાછળથી ઊપજી લાગે છે. અજયપાલ પિત પરમ માહેશ્વર હતો એ ખરું છે, પરંતુ એથી એ જનધર્મવિરોધી હતા એવું ફલિત થતું નથી. એના સમયના તેમજ એ પછીના નજીકના સમયના જૈન કવિઓ તે અજયપાલની પ્રશંસા કરે છે."
અજયપાલ માળવાના ભીલસા પ્રદેશ પર સત્તા ધરાવતા હતા. એને મહામાત્ય સોમેશ્વર હતું. મંડલેશ્વર વયજલદેવ નર્મદાતટ મંડલને વહીવટ કરતો હતો. એને લગતા અભિલેખ સં. ૧૨૨૯ (ઈ.સ. ૧૧૭૩) અને સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૫) ના છે. એને ઊંઝા શિલાલેખ પણ સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૫)ને છે. એના સમયમાં લખાયેલી એક હસ્તપ્રત સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૫)ની છે.
અજયપાલના ઉત્તરાધિકારીઓના અભિલેખોમાં અજયપાલે શાકંભરીના રાજાને કર આપતો કર્યાનો ઉલ્લેખ આવે છે. એ સમયે શાકંભરીમાં સોમેશ્વર રાજ્ય કરતો હતો, જે સિદ્ધરાજને દૌહિત્ર હતો. અજ્યપાલે સોમેશ્વરને વશ કરી એની પાસેથી હાથીઓ અને મંડપિકારૂપે કર લીધે લાગે છે.•
મેવાડના ગૃહિલ રાજા સામંતસિંહ સાથે સંઘર્ષ થતાં અજયપાલે એની સાથે યુદ્ધ કર્યું, ત્યારે અજયપાલ ઘવાતાં પુરોહિત કુમારે એને સાજો કરે ને આબુના