________________
૫ મું ] સેલંકી રાજ્યની આથમતી કલા
[ ૧૩ છે તે “બાલ અ' અર્થાત નવજવાન હોવો જોઈએ. ૨૩ એનું આ પરાક્રમ એના દાનશાસનના સમય સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬) પછી ને સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૭-૭૮) સુધીમાં થયું હોવું જોઈએ, કેમકે એ વર્ષે એનું રાજ્ય સમાપ્ત ચિયું હતું. | મુલરાજે પાછું હઠાવેલું આ મુસ્લિમ આક્રમણ કર્યું હશે ? મુસ્લિમ તવારીખ
જણાવે છે કે હિ. સ. ૧૭૪ (ઈ. સ. ૧૧૭૮) માં ધૂરના ધિયાસુદ્દીન મુહમ્મદે નીમેલા -ગઝનીના સૂબા શિહાબુદ્દીન ઉફે મુઇઝુદ્દીન મુહમ્મદે નહરવાલા (અણહિલવાડ) પર ચડાઈ કરી; રાજા ભીમદેવ નાની વયનો હોવા છતાં મોટા લશ્કર સાથે સામે આવ્યો. એણે મુસલમાનને હરાવી પાછા નસાડ્યા.૨૪ અહીં મુલરાજને બદલે વડા વખતમાં એની જગ્યાએ ગાદીએ આવેલા ભીમદેવનું નામ આપ્યું છે એ દેખીતી ભૂલ છે. ગાડરારઘટ્ટ આબુની તળેટીમાં આવ્યું લાગે છે. આ લડાઈમાં • નાડેલના ચાહમાન રાજા કેહણે તથા એના ભાઈ કીર્તિપાલે પણ મુસ્લિમોને -હરાવવામાં મદદ કરી હતી.૨૫ આમ સિદ્ધરાજ તથા કુમારપાલના સમયમાં જામેલી સેલંકી સૈન્યની તાકાત હજી સાબૂત રહી હતી.
આ અરસામાં વળી ગુજરાતમાં ભારે દુકાળ પડ્યો. પુરોહિત કુમારે રાજા પાસે મહેસૂલ માફ કરાવ્યું. ૨૬ - સિદ્ધરાજના સમયથી માળવા ગુજરાતના સોલંકી રાજયને અંતર્ગત ભાગ બની રહ્યું હતું, પરંતુ યશોવર્માના પૌત્ર વિંધ્યવર્માએ સોલંકી રાજ્યની આ વિષમ સ્થિતિને લાભ લઈ સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. મહામાત્ય કુમારે સેનાની આગેવાન લઈ વિંધ્યવર્મા સામે આક્રમણ કર્યું ને એને સમરાંગણમાંથી ભગાડી એના રાજ્યમાં આવેલા ગોગસ્થાનનો નાશ કરી ત્યાં કૂ ખાદાવ્યો છે. આમ મૂલરાજ ૨ જાના સમયમાં માળવા પર સોલંકી રાજ્યનું શાસન ચાલુ રહ્યું લાગે છે.
ગર્જનક(ગઝના)ની મુસ્લિમ ફાજને પાછી હઠાવ્યા પછી મૂલરાજ થડા જે સમયમાં અકાળ અવસાન પામે. આમ એ નવજવાન રાજાએ માત્ર બે વર્ષ (ઈ. સ. ૧૨૭૬-૧૨૭૮) જ રાજ્ય ભગવ્યું.
૧૧. ભીમદેવ રજે મુલરાજ રજા પછી એને ના ભાઈ ભીમદેવ ર જ ગાદીએ આવ્યા. મૂલરાજની જેમ એ પણ રાજ્યારોહણ સમયે નાની વયને અર્થાત નવજવાન હતો. એ વિ. સં. ૧૨૩૪(ચત્રાદિ ૧૨૩૫, ઈ. સ. ૧૧૭૪)માં ગાદીએ આવ્યો ને એણે ૬૩ વર્ષ અયત વિ. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨) સુધી રાજય કર્યું. ૨૮