________________
[.
૬૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ થાઉં” ધનદત્તે “તું કેટલી ભત્તિ (ભથ્થુ–મજૂરી) લઈશ” એમ પૂછયું, તો એણે જવાબ આપ્યો કે હું તમારા પ્રસાદને કાંક્ષી છું. મને તુષ્ટિદાન દેજો.”
“વૃક્ષાયુર્વેદમાં કુશળ એવા એ સમુદત એ આરામને કેટલાક દિવસમાં ઋતુઓનાં પુષ્પ અને ફૂલથી સમૃદ્ધ કર્યો. ધનદત્ત એ આરામશ્રીને જોઈને એને પિતાની આવારીએ (હાટે) બેસાડ્યો. આય-વ્યય(આવક-જાવકીમાં કુશળ એવા
એ સમુદ્રદત્ત “ગંધયુક્તિ” (સુગંધના આજનાની કલા)ની પોતાની નિપુણતાને લઈ પુરજનોને ઉન્મત્ત કરી નાખ્યા. લોકોએ એનું નામ પૂછયું એટલે “વિનીતક” એવું નામ જણાવી એ આખા નગરને વિશ્વાસપાત્ર થયો. ધન સાર્થવાહને થયું કે રાજાને આની જાણ થશે તે એ એને લઈ જશે, એટલે એણે એને પિતાના “ઘરમાં” ભંડારશાળામાં મૂક્યો અને બધાંને એ જે આપે તે લેવાનું અને એની આજ્ઞામાં રહેવાનું કહ્યું. ધનદત્તે ત્યાં ધનશ્રીનું “ચેટીકમ” ને કરડીનું કામ પોતે જાતે કરવા માંડ્યું. થોડા સમયમાં વિનીતક ધનશ્રીનું સર્વ વિઠંભ-સ્થાન બન્ય.
એક વાર ધનથી પાછલા પહોરે પોતાના સંતતલ પ્રાસાદની સુંદર અટારીએ વિનીતકની સાથે તંબોલ ચાવતી બેઠી હતી ત્યારે એ નગરમાં રહેતે એક રાજસેવક “ડિડિ”૭૭ નાહી ફક્કડ થઈ ને ભવનની પાસેથી નીકળ્યો. ધનશ્રીએ તાંબુલ થુંકતાં એ ડિડિના માથા ઉપર પડ્યું. કિંડિએ ધ્યાનથી જોયું તે જાણે કે કોઈ દેવતા! અને એના ઉપર કામાસક્ત થઈ ગયે. ડિડિએ વિનીતકને સાથે અને ધનશ્રીનો સમાગમ કરાવવા ત્રણેક દિવસ સુધી એને સમજાવ્યો. પહેલે દિવસે એની વાત સાંભળી ધનશ્રીએ વિનીતકને કહ્યું કે જે બીજા કેઈએ એવું કહ્યું હતું તે એ જીવતો ન રહેત ! ત્રીજે દિવસે ધનત્રીએ કહ્યું કે ડિડિને અશોક-વનિકામાં આવવાનો સંદેશ આપજે. પછી ધનથી અશોક-વનિકામાં શયા પથરાવી
યોગમઘ” (અનેક દ્રવ્યોના મિશ્રણથી બનાવેલ અતિ ઉન્માદક દારૂ) લઈને વિનીતક સાથે ત્યાં આવી. ડિડિ આવ્યા એટલે ધનશ્રીએ ઉપચારપૂર્વક એ મદ્ય દીધું. એ પીને ડિડિનું શરીર અચેતન થઈ ગયું. ધનશ્રીએ ડિલિની તલવાર કાઢી એનું માથું છેદી નાખ્યું. પછી ધનશ્રીએ વિનીતકને કહ્યું કે તેં આ અનર્થ કરા, તારું પણ માથું હું છે છું. વિનીતકે એના પગે પડી એને શાંત કરી. ધનશ્રીએ બતાવેલી જગ્યાએ વિનીતકે કૂવો ખોદી ડિડિને દાટી દીધો” ઇત્યાદિ.૭૮
આ કથામાં ગિરિનગરમાં બને તે એક કાલ્પનિક કિસ્સો છે. એમાં ગિરિનગરને ગામ બહાર બગીચે, એનાં હાટ, સાત માળવાળા મહેલ, એની અગાશીએથી ડિડિના