________________
ૐજુ]
પહેલુ પાટનગર : ગિરિનગર
[૬૩
માથે તાંબુલ થૂંકતી શેઠની પુત્રી, અશોકવનકામાં સ ંકેતસ્થાન, ફૂડકપટ ઇત્યાદિનુ ચિત્ર ઊપસે છે, અને ધનશ્રીના પાત્રમાં સૈારાષ્ટ્રમાં પછીની લોકકથાઓમાં મૂત થયેલી મિજાજદાર સેારઠિયાણીની પણ ઝાંખી થાય છે.
ગિરિનગર વાણિજ્યનું કેવુ સ્થાન હશે એ પણ આ કથા આખી વાંચવાથી ખ્યાલમાં આવે છે.
૬. અનુ-ગુપ્તકાલીન ગિરિનગર
આ ઉપરાંત આવશ્યકણિ અને એના ઉપરની મલયગિરિની વૃત્તિ, વિશેષાવશ્યકભાષ્ય પરની કાચાચાની વૃત્તિ, અનુયાગદ્દાર સૂત્ર ઉપરની હરિભદ્રની વૃત્તિ, અનુયાગદાર ઉપરની મલધારી હેમચંદ્રની વૃત્તિ આદિ જૈન ગ્રંથામાં ગિરિનગરના ઉલ્લેખા અને કથાનક આવે છે. એમાં ગિરિનગરના એક અગ્નિપૂજકનું કથાનક છે, જે દર વર્ષે એક ઘરમાં રત્ના ભરીને પછી એ ઘર સળગાવી અગ્નિનું તર્પણ કરતા. ગિરિનગરની ત્રણ નવપ્રસૂતા સ્ત્રીએ ઉજ્જયંત ઉપર ગઈ હતી ત્યારે ચારે એમનું હરણ કરી ગયા અને તેને પારસકૂલ (ઈરાની અખાતના કિનારા) ઉપર વેચી દીધી. શીલાચાની સૂત્રકૃતાંગની વૃત્તિમાં એક હાલરડું ઉદ્દત થયું છે, જેમાં રડતા ખળકને ગિરિનગર આદિ નગરને રાજા કહે છે.૭૯
આ રીતે લગભગ આડમી સદી સુધીના જૈન સાહિત્યમાં ગિરિનગરના ઉલ્લેખ આવે છે.
મૈત્રકાનાં તામ્રપત્રામાં—ધ્રુવસેન બીજાના વલભી સંવત ૩૧૨ (ઈ.સ. ૬૩૧)ના તામ્રપત્રમાં અને શીલાદિત્ય ત્રીજાનાં વ. સ. ૩૪૬ (ઈ. સ. ૬૬૪), વ. સં. ૩૪૬ (ઈ. સ. ૬૬૫) અને વ. સ. ૩૫૭ ઈ. સ. ૬૭૬ )નાં તામ્રપત્ર-માં તથા ગુજરવવંશનાં તામ્રપત્રામાં જયભટ્ટ ત્રીજાનાં કલચુરિ સ ંવત ૪૫૬(ઈ. સ. ૭૦૭)નાં તામ્રપત્રામાં દાન લેનાર બ્રાહ્મણાને '' fરિનગર-વિનિર્મત '' ( ગિરિનગરમાંથી નીકળેલા) એ રીતે એળખાવે છે.૮૦ આમ આ તામ્રપત્રે ગિરિનગરની ઈ. સ. ના આઠમા સૈકા સુધી સ્મૃતિ સાચવી રાખે છે, પણ મૈત્રકાનાં અને ગુર્વંશનાં તામ્રપત્રામાં “ગિરિનગરવાસ્તવ્ય '' કે એવા બીજો કાઈ સીધા ઉલ્લેખ ન હોવાથી ગિરિનગરનું ઈ. સ. સાતમા-આઠમા સૈકામાં મહત્ત્વ ધટયું હેાય એમ સૂચવાય છે.
ઈ. સ. ના આર્ડમા સૈકાના પહેલા દશકા સુધીની ગિરિનગરની અભિલેખગત આવી સ્મૃતિ છે.