________________
૫].
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પ્રાચીન કાળમાંના ઈતિહાસના સાધન અંગે અહીં એક નેંધ કરવી જરૂરી છે. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય લગભગ ઈ. પૂ. ૩૨૨-૨૯૮ અને અશોક મૌર્યને સમય ઈ. પૂ. ૨૭૩-૩૭ ગણાય છે તે અનુસાર રુદ્રદામાના અભિલેખના ઉલ્લેખો ચારસો સાડી ચારસો વર્ષો પછીના ગણાય. રુદ્રદામાના “લેખકે” પાસે આ માટે શાં સાધને હશે ? ચંદ્રગુપ્ત અને અશોકના પિતાના કેઈ અભિલે આ બાબતના હશે કે જે હવે નષ્ટ થયા છે? અથવા ગિરિનગરનાં દફતરોમાં આવી હશે? અથવા ફક્ત આવી અનુશ્રુતિ હશે ? સંભવ છે કે ગિરિનગરનાં દફતરોમાં સુદર્શન તળાવ જેવી મહત્ત્વની બાબત ઉપર નોંધ હાય ! લગભગ ચાર વર્ષ પહેલાં કેતરાયેલી અશકની ધર્મલિપિઓનું વાચન અને જ્ઞાન રુદ્રદામાના “લેખકોને સંભવે છે. સ્કંદગુપ્તના અભિલેખમાં મૌર્યો કે ક્ષત્રપોને નિર્દેશ નથી એનું કારણ કદાચ પછીનાં ત્રણ વર્ષોમાં અનુશ્રુતિને લેપ કે દક્તરને નાશ હોય, અથવા ચાલુ ઘટનાનું મહત્ત્વ જ મનાવ્યું હોય.
જે સુદર્શન તળાવના નિમિત્તે રુદ્રદામાને અભિલેખ અને સ્કંદગુપ્તને અભિલેખ રચાયા તેની વાત કરીએ એ પહેલાં આ અભિલેખમાંથી ઇતિહાસ અને સંસ્કૃતિ અંગે જે તારવણી કરી શકાય તેની નોંધ કરીએ.
રુદ્રદામાની આણમાં જે પ્રદેશ હતા તેની યાદીમાં સુરાષ્ટ્રને સમાવેશ થાય છે. સુવિશાખને અખિલ આનર્ત-સુરાષ્ટ્રના પાલન માટે નિમાયેલે કહ્યો છે.
દ્રદામાની મુખ્ય રાજધાની ઉજ્જયિની હશે અને આનર્ત-સુરાષ્ટ્ર વિભાગની ગિરિનગર હશે.
આ અભિલેખના રચનારાએ પોતાના રાજા વિશે કરેલા વર્ણનમાંથી કેટલીક અસાધારણ વિગતો નેંધવા જેવી છે: “જેણે સંગ્રામેથી અન્યત્ર પુરુષવધમાંથી - નિવૃત્ત થવાની કરેલી પ્રતિજ્ઞાને પ્રાણેચ્છવાસ સુધી સત્ય કરી હતી” (પં. ૯-૧૦). “જેણે સામે આવેલા સમેવડિયા શત્રુને પ્રહાર કરવાનું ન ચૂક્યા છતાં કરુણા બતાવી હતી” (પં. ૯-૧૦).
રુદ્રદામાના આ વર્ણનમાં એ જૈન હતો એનું સમર્થન કેટલાક બતાવે છે.
રુદ્રદામાને આ શિલાલેખ સંસ્કૃત ગદ્યને એક વિશિષ્ટ નમૂને છે. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં અને એના ઈતિહાસમાં એનું કેટલું મહત્ત્વ છે એ ડે. બૂલરે બતાવ્યું છે.છર ગિરિનગર અને સૈારાષ્ટ્ર માટે એનું મહત્ત્વ એ છે કે રુદ્રદામાનું આ જાહેરનામું છે અને એ શિષ્ટ સંસ્કૃત ગદ્યમાં છે. લોકેની જાણ માટે આ અભિલેખ રચાય