________________
[૫૭
૩ જુ]
પહેલું પાટનગરઃ ગરિનગર છે એમ સ્વીકારવું પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ કે લોકોમાં સંસ્કૃતનું જ્ઞાન આ લેખને સમજવા જેટલું હશે.
હવે જે નિમિત્તે આ અભિલેખ રચાય છે તેને વિચાર કરીએ.
શક વર્ષ ૭૨ ના માર્ગશીર્ષના કૃણપક્ષની પ્રતિપદાએ થયેલી અતિવૃષ્ટિથી પજેને પૃથ્વીને એકાર્ણવ જેવી કરી નાખો.
“ઊર્જત ગિરિમાંથી સુવર્ણસિકતા, પલાશિની આદિ નદીઓના અતિમાત્ર થયેલા વેગથી સુદર્શન તળાવને સેતુ તૂટી ગયો (પં. પ-૬). જે કે અનુરૂપ પ્રતીકાર કરવામાં આવ્યો હતો છતાં ગિરિશિખરે, તરુઓ, તટે, અકાલકા, ઉપતો, ઠારે, અને શરણ વિધ્વંસકારી યુગના અંત જેવા પરમ ઘેર વેગવાળા વાયુએ લેવાયેલા પાણીથી વિક્ષિપ્ત (આમ તેમ ફેંકાઈ ગયેલાં) અને જર્જરીકૃત (થયાં) .............પથ્થર, વૃક્ષ, ઝાડી અને લતા-પ્રતાને ફેંકાઈ જાય એ રીતે એ નદીતલ સુધી ખુલ્લું થઈ ગયું (૫. ૬-૭). ચારસો વીશ હાથ લાંબા, એટલા જ પહોળા, અને પંચોતેર હાથ ઊંડા ભેદગાબડા)માંથી બધું પાણી નીકળી ગયું. સુદર્શન રેતીના રણ જેવું અત્યંત દુર્દર્શન થયું (—૮).
“મહાક્ષત્રપના અતિસચિવો અને કર્મસચિવો અમાત્ય-ગુણોથી યુક્ત હોવા છતાં ભેદ(ગાબડા)ને અતિ મોટાપણુને લીધે ઉત્સાહ વિનાના વિમુખ મતિવાળા થયા અને કાંઈ પણ કાર્યારંભ કરવાનો છોડી દીધે (પં. ૧૭). સેતુબંધ પુનઃ નહિ થાય એના નૈરાશ્યથી પ્રજામાં હાહાકાર થઈ ગયો (પં. ૧૮). ત્યારે આ અધિષ્ઠાન(શાસનનગર)માં અખિલ આન–સુરાષ્ટ્રોના પાલન માટે પાર્થિવે (રાજાએ) નિયુક્ત કરેલા પહલવ કુલપ-પુત્ર અમાત્ય સુવિશાખે પૌરે અને જાનપદોના અનુગ્રહાથે (લાભાર્થે) એ કામ પાર પાડયું (અનુષ્ઠિતમ્). એણે અર્થ અને ધર્મને વ્યવહાર યથાવત બતાવીને પ્રજામાં) અનુરાગનું વર્ધન કર્યું. શક્ત, દાન્ત, અચપલ, નિરભિમાની, લાંચ ન લે તેવા એ આર્યો સારી રીતે અધિષ્ઠાન કરીને (વહીવટ કરીને) સ્વામીનાં ધર્મ, કીતિ અને યશ વધે એ રીતે એ કામ પાર પાડયું (પં. ૧૮-૨૦).
“મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ સુધી ગોબ્રાહ્મણ ... અર્થે, ધર્મ અને કીર્તિની વૃદ્ધિ માટે, કર, વેઠ અને પ્રક્રિયાઓ(નજરાણાં)થી પૈર અને જાનપદ જનોને પીડ્યા વિના પોતાના કોશ(ખજાના)માંથી મોટા ધનૌઘ (ધનપ્રવાહ) વડે મોટો કાળ જવા દીધા વિના લંબાઈ અને પહોળાઈમાં ત્રણગણો દઢતર સેતુ બંધાવીને આ તળાવને સુદર્શનતર કર્યું” (પં. ૧૫-૧૬).