________________
૩ જુ]
પહેલું પાટનગરઃ ગિરિનગર
[પા પરંતુ એ નોંધવું જોઈએ કે સ્કન્દપુરાણમાંના વસ્ત્રાપથમાહામ્યમાં આવો કેઈ ઉલ્લેખ જ નથી, એમાં તો વામનસ્થલી-વંથળીનું માહામ્ય છે.
જિનપ્રભસૂરિના “જુણુકૂડ” અને “જુદુગ'નું સીધું સંસ્કૃત રૂપાંતર તો “જૂર્ણ દુર્ગ” થાય. જૂર્ણ એ “કૂ” ધાતુનું ભૂતકૃદન્તરૂપ છે, અને નૂર એને એક અર્થ ઘરડા થવું એવો પણ થાય છે (હિંસાવચોદાચો રે ૨), છતાં “જૂદુર્ગ” નામના ઉલ્લેખો મળ્યા નથી, જે છે તે “જીર્ણદુર્ગ '' નામના છે. આચાર્ય હેમચંકે “જીર્ણ "ના હું ને પ્રાકૃતમાં વિકલ્પ “ઉ” થાય છે એમ જણાવ્યું છે.૬૮ આ નિયમે “જુણદુગ”નું સંસ્કૃત રૂપાંતર “જીર્ણદુર્ગ” થાય.
અભિલેખીય નિર્દેશમાં સં. ૧૩૮૬ (ઈ. સ. ૧૩૩૦) ના મેહર રાજા, ઠપકના હાથસણીના લેખમાં કર્ણદુર્ગનો ઉલ્લેખ છે: મમ પિતૃચ્ચેન નીતુનિવાસિ [ H].૬૯
આ ઉલ્લેખ તગલક મેહમ્મદ જૂના પહેલાને છે. આ ઉપરથી તાત્પર્ય એટલું નીકળે છે કે ઈ. સ. ના ચૌદમા સૈકામાં ગિરનારનો કિલ્લો પુરાણો દુર્ગ કેજૂને દુર્ગ એ નામે લોકમાં જાણતો હતો; અને એને તગલક મોહમ્મદ જનાએ. પોતાના નામ “ના” સાથે જોડી જનાગઢ નામ પાડ્યું હોય અને લોકોની દષ્ટ્રિએ ગુજરાતી અર્થ “જૂનો ગઢ” બંધબેસતો હોઈ જૂનાગઢ નામ પ્રચારમાં રહ્યું હોય. અપલદત બજે આ મુલકનો છેલ્લે શાસક લાગે છે.૭૦
૪. ક્ષત્રપાલીન ગિરિનગર ગિરિનગરમાં મોના અને યવનો(બેક્ટ્રો-ગ્રીક)ના શાસન પછીના સમયના લગભગ બે સૈકાના ગાળા માટે ગિરિનગરના કે આનર્ત-સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે કેઈ સાધને ઉપલબ્ધ નથી. ઈ. સ. ૧૦૦ના અરસામાં ક્ષત્રપનું શાસન આ પ્રદેશમાં હોવાનું જણાય છે.
પહેલાં નોંધ્યું છે કે શક ક્ષત્રપોના, જૂનાગઢમાંથી મળેલા, શિલાલેખ એ સ્થળનું નામ “ગિરિનગર' આપે છે, તેમાં કદામાના અભિલેખમાં વર્ષ કર ની માર્ગશીર્ષના કૃષ્ણપક્ષની પ્રતિપદાની તિથિ આપી છે (પં. ૫). ગણતરી મુજબ એ તિથિ ઈ. સ. ૧૫૦ ની ૨૩ મી નવેમ્બર (કે ૨૪મી ઓકટોબર)ના અરસામાં આવે, તેથી આ અભિલેખ ઈ. સ. ૧૫૧ કે ૧૫ર માં કોતરાયે હોવો જોઈએ.૭૧