________________
૩ જુ]
પહેલુ. પાટનગર: ગિરિનગર
[ ૪૦
મણિમાં ઉબ્નયા રૈવત્ત: (૪-૯૭) કરી બંનેને એક જ ગણે છે, પરંતુ કદપુરાણના પ્રભાસખંડના વસ્ત્રાપથ-માહાત્મ્યના ઉલ્લેખા તેમજ બીજા પુરાણાના ઉલ્લેખા આ ખે નામ એ ગિરિએ માટે વાપરે છે એમ સ્પષ્ટ તાપ નીકળે છે.૩૩ રકદગુપ્તને અભિલેખ એ નજીકના પહાડા માટે એ નામ વાપરે છે એમ માનવું ઉચિત લાગે, પણ રુદ્રદામાના અભિલેખ સુવર્ણસિકતા અને પલાશિની ઊયત્માંથી નીકળે છે એમ સૂચવે છે, જ્યારે સ્ક ંદગુપ્તના અભિલેખ પલાશિની રૈવતકમાંથી નીકળે છે એમ સૂચવે છે. આ વિરોધને પરિહાર એમ થઈ શકે કે રુદ્રદામાના સમયમાં એ બધા પહાડા ઊયત્ નામે પ્રસિદ્ધ હશે અને સ્કંદગુપ્તના સમયમાં એ પહાડે! માટે એ નામેા પ્રચલિત હશે.
રુદ્રદામાના ગિરિનગરના અભિલેખ પ્રતિહાસ માટે મહત્ત્વની ખીજી કેટલીક ઘટનાએની નોંધ લે છે. સુદર્શન તળાવને પૂર્વ વૃત્તાંત આપતાં એ લેખને રચયિતા કહે છે કે મૌ` રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય (સાળા, પ્રાંતિક સૂક્ષ્મા) વૈશ્ય પુષ્પગુપ્તે કરાવેલુ, અશાક મૌર્યના યવનરાજ તુષાફે ઋષિષ્ટાય (અર્થાત્ શાસન નીચે લઈને) પ્રણાળીએથી અલંકૃત કરેલું અને એણે (તુષાફે) રાજાને અનુરૂપ ‘‘ વિધાના ’’(રચના) કરાવેલી (૫.૮-૯).
આ બે નિર્દેશાથી આ સ્થાન મૌર્ય ચંદ્રગુપ્ત (લગભગ ઈ.પૂ. ૩૨૨-૨૯૮) અને એના પૌત્ર અશાક (લગભગ ઈ.પૂ. ૨૭૩-૨૩૭)ની આણુમાં હતુ એ સ્પષ્ટ
થાય છે.
મૌર્ય કાલમાં આનત-સૈારાષ્ટ્રનું શાસન-નગર કયાં હશે એને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ ચ ંદ્રગુપ્તે આ સ્થળે સુદર્શન કરાવ્યું અને અશોકે એને સુદૃઢ કરી પ્રણાળીઓથી અલકૃત કર્યું... એ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મૌર્ય યુગમાં પણ ‘ ગિરિનગર ’ગુજરાતનું અધિષ્ઠાન હતું. સાથી પ્રબળ પુરાવેા એ છે કે અશોકે પેાતાની ધર્મલિપિએના જાહેરનામા માટે આ સ્થળને પસંદ કર્યુ,૩૪
.
ભારતના પ્રાંચીન તિહાસના તજ્જ્ઞા એવેા મત ધરાવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યે પેાતાના વિશાળ સામ્રાજ્યના યેાગ્ય વહીવટ માટે એની અલગ અલગ પ્રદેશામાં વહેંચણી કરી હતી. આ વ્યવસ્થા-પદ્ધતિની પ્રેરણા એને ઈરાનના હખામની શહેનશાહેાની શાસનપ્રણાલીમાંથી મળી હતી એમ ધારવામાં આવે છે.૩૫ અશાકના અભિલેખામાં તે। પ્રાદેશિક શાસનવ્યવસ્થાના સ્પષ્ટ ઉલ્લેખા છે.૩૬ ભારતના પૂર્વ ભાગમાં આવેલા પાટલિપુત્રના સમ્રાટે દક્ષિણપશ્ચિમે મહત્ત્વનુ
૨-૪