________________
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. સિક્તા વિલાસિની અને પલાશિની નદીઓનાં નામ છે. એ ઉપરાંત બીજી નદીએને સામાન્ય ઉલ્લેખ “પ્રભૂતિ”થી કર્યો છે. ૨૯
જૂનાગઢમાં બાવા યારાના નામથી ઓળખાતા મઠ પાસે જૂનાગઢથી પૂર્વમાં આવેલી ગુફાઓના જૂથ સામેના એક ભોંયરામાંથી ક્ષત્રપ જયદામાના પત્રના અર્થાત રુદ્રદામાના પુત્રના સમયના મિતિ વિનાના અભિલેખની ત્રીજી પંક્તિમાં “નિરે” (ગિરિનગરમાં) એ નિર્દેશ છે.૩૦
ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તને લેખ ઈ.સ. ૪૫૮ ની સાલન છે. એમાં ૨૦ મા અને ૩૮ મા શ્લોકમાં સ્થળને નિર્દેશ “નગર” શબ્દથી કર્યો છે. ૩૧ “નગરથી અહીં “ગિરિનગર' જ ઉદ્દિષ્ટ છે એમાં શંકા નથી. રાજધાનીઓ કે મોટાં શહેરોને ફકત “નગર” કે “પત્તન” કે “પાટણ” કહેવાના પ્રધાતનું એ સૂચક છે.
આ અભિલેખમાં શ્લોક ૨૮ માં રેવતક” અને બ્લેક ૨માં “ઊર્જયત' નામ પ્રયોજાયું છે. રૈવતકમાંથી નીકળેલી નદીઓ માટે “પલાશિની સિકતા વિલાસિની' એવો શબ્દપ્રયોગ છે.
કેટલાક આમાં પલાશિની અને સિકતાવિલાસિન (સુવર્ણસિકતા) એવી બે નદીઓ ઘટાવે છે, તો કેટલાક “સિકતાવિલાસિની'ને પલાશિનીનું વિશેષણ ગણે છે, પરંતુ પૂર્વાપર પંક્તિઓમાં આપેલ બહુવચનના પ્રયોગો જોતાં અહીં પલાશિની, (સુવર્ણ)સિકતા અને વિલાસિની, એ ત્રણ નદીઓ ઉદ્દિષ્ટ હેવી સંભવે છે.૩૧
મહોદધિને વર્ષાગમથી થયેલ મહેશ્વમ જોઈને પ્રિયેસુ (પ્રિય પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા) ઊર્જયતે તીરાંત ઉપર ઊગેલાં અનેક પુષ્પોથી શોભિત એવો નદીમય હસ્ત જાણે પ્રસારિત કર્યો (શ્લેક ૨૯)૨૨. આમાં નોંધવા જેવું એ છે કે -ઊર્જત વર્ષથી થયેલા મહોદધિને મહેન્દ્રમ જુએ છે, અને પ્રિય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પિતાને પુષ્પાભિત નદીમય હસ્ત લંબાવે છે. ઊર્જાયત ઉપરથી મહેદધિ દેખાતું હોય તો કવિ આવી કલ્પના કરે.
આમ આ અભિલેખો ઈસાના બીજા સૈકાથી ઈસ. ના પાંચમા સૈકા સુધી ગિરિનગરને ઊર્જયત અને રૈવતક ગિરિઓના સાંનિધ્યમાં નિશ્ચિત કરે છે. (હરિવંશનું ગિરિપુર પણ ત્યાં જ હતું.)
આ બે નામે ઊર્જયત અને રૈવતક એક જ ગિરિને સુચવે છે કે બે ગિરિ એને એ એક ચર્ચાસ્પદ મુદ્દો બન્યા છે. કેટલીક બ્રાહ્મણ અને જૈન અનુકૃતિઓ બંને નામ એક ગિરિ માટે વાપરતી લાગે છે. આચાર્ય હેમચંદ્ર “અભિધાનચિંતા