________________
૩ જુ]
પહેલું પાટનગરઃ ગિરિનગર
[૫.
આપણે જોઈશું કે સાતમી સદીમાં આ પ્રદેશમાં આવેલે ચીની યાત્રી યુઅન ક્વાંગ નેધે છે કે “સુરઠ”(સુરાષ્ટ્ર)ની રાજધાનીને પ્રદેશ “સમુદ્રકાંઠે જતાં ધોરી માર્ગ ઉપર હોવાથી ત્યાંના વાસીઓ સમુદ્રને ઉપયોગ કરે છે. અને ધંધે વેપારીઓ છે.”
હરિવંશ જ્યાં ગિરિપુર હવાને નિર્દેશ કરે છે ત્યાં ગિરિનગર હેવાના પુરાવા ઈતિહાસ પ્રમાણિત છે, પરંતુ ઇતિહાસકાલમાં ઠારકા પાટનગર રહ્યું કે ગિરિનગર થયું એ પ્રશ્નને પણ વિચાર કરવો જોઈએ.
ડો. મોતીચંદ્ર જૈન અનુકૃતિમાં ગણાવેલા સાડા પચીસ દેશને મૌર્ય સામ્રાજ્યની “ભુતિઓ” ગણે છે. સદ્ગત ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ આ અભિપ્રાયનું સમર્થન કરે છે, પરંતુ આ ગણનામાં “મગધો "ની રાજધાની રાજગૃહ કહી છે અને મૌર્યકાલમાં અને એ પહેલાં મગધની રાજધાની રાજગૃહથી પાટલિપુત્ર આવી ગઈ હતી એને ખુલાસે ડે. મોતીચંદ્ર એવો કરે છે કે મૌર્ય યુગમાં પણ રાજગૃહનું ધાર્મિક અને રાજનૈતિક મહત્ત્વ રહ્યું હતું, અર્થાત મગધની. રાજધાની પાટલિપુત્ર થયા છતાં જૈન અનુશ્રુતિમાં રાજગૃહ જ મુખ્ય નગર રહ્યું, પરંતુ તેઓ કહે છે કે પ્રાચીન સુરાષ્ટ્રની રાજધાની ધારવતી હતી તે જેમની તેમ રહી હતી. ૨૭ અર્થાત મૌર્યકાલમાં પણ સુરાષ્ટ્રની રાજધાની હારવતી હતી, પણ જે ખુલાસો રાજગૃહ અને પાટલિપુત્ર માટે ચાલે એ ઠારવતી અને ગિરિનગર માટે પણ ન ચાલે ? અર્થાત ઠારવતીનું ધાર્મિક મહત્ત્વ રહ્યું, પણ રાજધાની ગિરિનગર બન્યું. છે પરંતુ આવી રીતે અનુભૂતિને ઘટાવવી પડે એના કરતાં એમ ધારવું વધારે ઉચિત છે કે મૌર્યકાલ પહેલાંના કાલની પરંપરા એમાં છે. પછી થયેલા. ઇતિહાસીય પરિવર્તન પ્રમાણે એ અનુકૃતિ બદલાઈ નથી.
૨. મૌર્યકાલીન ગિરિનગર ગિરનાર-જૂનાગઢમાંના ત્રિલેખ શૈલ પરના અભિલેખોમાંથી અહીં ગિરિનગર પૂરતા ઉલ્લેખ જોઈએ.
રુદ્રદામાન અભિલેખ ઈ. સ. ૧૫૦ પછી તુરત જ કોતરાયેલું છે. ૨૮ એની પહેલી પંક્તિમાં જ ફરું તારું સુરને નિરાશાત્ (આ સુદર્શન તળાવ ગિરિનગરથી) એ રીતે એમાં ગિરિનગર અને સુદર્શન તળાવના ઉલ્લેખ છે. અભિલેખની પાંચમી પંકિતમાં ગિરિ ઊર્જયતને નિર્દેશ છે. અને પંક્તિ પ૬માં સુવર્ણ.