________________
૪૪] મોર્યકાલથી ગુપ્તકાલ
[મ. પ્રાગૃતિહાસકાલથી જે કોઈ માનવ-વસાહત સૌરાષ્ટ્રમાં સ્થપાઈ હશે તે આ દક્ષિણ વિભાગમાં છે. યાદવોનું આશ્રયસ્થાન પણ એ વિભાગ જ બને છે. એ જ વિભાગને ગિરનાર પણ ઈતિહાસ અને ધર્મનું ક્ષેત્ર બન્યો છે.૨૪
આપણે જોઈએ છીએ કે “વસુદેવહિંડી,' (આશરે ઈ.સ.ને પાંચમે સેકે) નામના જૈન કથાગ્રંથમાં ચડતી પડતી અનુભવતા એક સમુદ્રવેપારી ચારુદત્તની કથા છે. ૨૫ એ પ્રિયંગુપટ્ટણ (ઘણું કરીને બંગાળમાં) થી વહાણ ભરી નાવિકે અને નોકરે સાથે “રાજશાસનથી પટ્ટો” મેળવી વેપાર અર્થે નીકળી પડે છે. જલમાર્ગે જતાં એને લેક (જગત) જલમય દેખાય છે. ચીન સ્થાનમાં વાણિજ્ય કરી સુવર્ણભૂમિ (સુમાત્રા કે બર્મા), કમલપુર (કબુજ), યવનદીપ વિદીપજાવા), અને સિંહલથી વળાંક લઈને (વરું ને) પશ્ચિમે બબર (બર્બોરિ કેન), યવન( સિકંદરિયાનું બંદર)માં આઠ કેટિ ધન પેદા કરી સમુયાત્રા કરતો સૌરાષ્ટ્રકૂલેથી ( કિનારેથી) જતાં, કિનારે દેખાય છે તેવામાં વાવાઝોડું થતાં, એનું વહાણ નષ્ટ થઈ જાય છે. એક પાટિયાને આધારે તરતાં તરતાં સાત રાત મોજાંએમાં અથડાતે કુટાતે એક “ઉંબરાવઈવેલા” (ઉંબરાવતીની કિનારાપટી)માં એ ફેંકાઈ આવે છે. ખારા પાણીથી સફેદ શરીરવાળો એ એક જાળા (કુડંગ) નીચે વિસામે લેતા હોય છે ત્યાં એક ત્રિદંડી આવી એને પોતાના મઠમાં લઈ જાય છે અને એ ત્રિદંડી સુવર્ણરસની લાલચ આપી એને હિંસક પશુઓથી ભરેલી અટવીમાં લઈ જઈ પર્વતની ગુફામાં ઘાસથી ઢંકાયેલા કૂવામાં ઉતારે છે. ચારુદત્ત રસકુંડમાંથી ત્રિદંડીની તુંબડી ભરી લઈ દેરડી હલાવે છે એટલે ત્રિદંડી તુંબડી “ઉપર ખેંચી લઈ ચારુદત્તને લટકતો રાખે છે. કૂવામાંથી એક ને વળગી એ ઉપર આવે છે. ત્યાંથી નાસીને વનમાં ભટકતો “ચતુષ્પથ” (જ્યાં ચાર માર્ગો ભેગા થાય તેવું સ્થાન) દેખાતાં ત્યાં જાય છે અને ત્યાં એને એને જૂનો સંબંધી રુદ્રદત્ત મળે છે. રુદ્રદત્ત એને ઉત્સાહ આપી ફરી વેપાર કરાવવા “રાયપુર” લઈ જાય છે અને ત્યાંથી એક સાથેની સાથે “સિંધુસાગરસંગમનદી”ને ઓળંગી ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, ત્યાદિ.
આમ આ કથા સૌરાષ્ટ્રના દરિયાના તેફાનની ઝાંખી કરાવે છે. એમાં “સૌરાષ્ટ્રકૂલ'', એના ઉપર “ઉંબરાવતીલા', “રાયપુર” અને “સિંધુસાગરસંગમનદી”ના નિર્દેશે સૌરાષ્ટ્રની સમુદ્રકાંઠાની ભૂગોળનો ખ્યાલ આપે છે. ઉંબરાવતીવેલા એ વેલાકુલ વેરાવળ હોય અથવા પાસેના વન અને ડુંગરને ઉલ્લેખ જતાં ગીરમાં આવેલ નંદીવેલા પાસેને સમુદ્રકાંઠે હેય.