________________
૩ જુ]. પહેલું પાટનગર ગિરિનગર
[૪૩ સૌરાષ્ટ્રની ઉત્તરે કચ્છને અખાત છે, પૂર્વે ખંભાતના અખાત છે, દક્ષિણ અને પશ્ચિમે અરબી સમુદ્ર છે, પરંતુ સૌરાષ્ટ્ર પ્રાગૂ-ઐતિહાસિક કાલમાં એક દ્વીપ હશે એમ ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે. જે ખાડી કચ્છના અખાતને ખંભાતના અખાત સાથે જોડતી હશે તે કાલે કરીને કેમે ક્રમે સિંધુ નદીની પ્રાચીન પૂર્વ શાખાના તેમજ લૂણી, બનાસ, રૂપેણ તથા સાબરમતીને કાંપથી ભરાઈ ગઈ. આ કુદરતી પ્રક્રિયાએ સૌરાષ્ટ્રને પૂર્વોત્તરે ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડી દીધું અને જે દ્વીપ હતું તે દ્વીપકલ્પ બનતો રહ્યો.૨૨
ઉત્તર ભારત સાથે જોડતા ડોક જેવા આ સાંકડા ભૂમિભાગે અને બીજી બધી બાજુએ લહેરાતા સમુદ્ર સૌરાષ્ટ્રને એવી ભૌગોલિક લાક્ષણિકતા અપ કે એથી એની વસાહતો અને તેઓના ઇતિહાસનું એ ઘટક બળ બન્યું. એક બાજુએ ભારતના પશ્ચિમ કિનારાની ઉત્તર દિશાને છેડે એને સ્થાન મળ્યું અને એથી ઉત્તર-પશ્ચિમથી આવતા માનવસંસ્કારના પ્રવાહ તરફ એ અભિમુખ થયે, તે બીજી બધી બાજુના સમુદ્ર એને, જેમ કેટલાક કહે છે તેમ, Culde-sac બનાવી દીધે, અર્થાત જેમાં પ્રવેશદ્વાર છે, પણ નિર્ગમનને માર્ગ નથી તેવી શેરી બનાવી દીધો. પ્રાચીન કાળથી આક્રમક ટોળીઓ અથવા યાદવો જેવાં આશ્રય શોધતાં માનવકુળો એમાં પંજાબ અને સિંધમાંથી આવી શકે, પણ બીજી બધી બાજુએ સમુદ્રને સામે દેખાતે જોઈને નિગમનને ઉત્સાહ રહે નહિ. આમ પ્રાચીન કાલથી માનવકુલે અને એમની સંસ્કૃતિઓની સૌરાષ્ટ્ર સંગ્રહભૂમિ બની છે.૨૩
સૌરાષ્ટ્રનું ભૂમિતલ પણ આશ્રય શોધનારાઓને સંરક્ષણ કાજે આકર્ષક છે. ઉત્તરપૂર્વ છેડેક ભાગ બાદ કરીએ તો એ સર્વત્ર ટેકરીઓથી નિમ્નન્નતતરંગિત થયેલી ભૂમિ છે. એની બે ગિરિમાળાઓ-એક ઉત્તર-પૂર્વે અને બીજી દક્ષિણ-પશ્ચિમે–સમાનાંતર રેખાઓએ એ પ્રદેશને કાપે છે. એમાં દક્ષિણપશ્ચિમની ગિરિમાળાના પ્રદેશ પ્રાચીન કાળથી વસાહત અને ઈતિહાસના ક્ષેત્ર જેવા છે. પશ્ચિમ છેડેથી શરૂ થઈ સમુદ્રકાંઠેથી થોડાક માઈલના અંતરે માંગરોળ (મેરઠ)થી નાતિદૂરે એને આરંભ થાય છે, અને પૂર્વે શિહેરની પાસે થઈને ખંભાતના અખાતના જળની દૃષ્ટિમાં એ નમી પડે છે. સૌરાષ્ટ્રના દ્વીપકલ્પને દક્ષિણ ભાગે આવરે એવું “ધનુષ” (arc) કલ્પીએ તો એ પ્રદેશમાં વધારેમાં, વધારે ઊંચાઈઓ છે. આ દક્ષિણપૂર્વ વિસ્તરતી ગિરિમાળામાં સૌથી ઉન્નત ગિરનાર છે, દરિયાની સપાટીથી ૧૧૭ મીટર (૩૬૬૬ ફૂટ) ની ઊંચાઈવાળો. ગીરની ટેકરીઓમાં દરિયાખેડુઓને જમીનની નિશાની તરીકે દેખાતે, નંદીવલે પણ ધ્યાન ખેંચે છે.