________________
૪૨ ]
મૌય કાલથી ગુપ્તકાલ
[ પ્ર.
એ રીતે મધ્યમાં રહેલી અને દેવાને પણ અભેદ્ય એવી, '' ઇત્યાદિ કુશસ્થલી નગરીનું વર્ણન કરી ગરુડ અ ંતે કહે છે : રાજાઓના વાસા માટે વિશિષ્ટ એવી એ નગરીત્તમા પુરી છે, સુરાલય એવા ગિરિશ્રેષ્ઠ રૈવત કે જે નંદન જેવા છે. તેને પુરદ્રારનું ભ્રષણ કરો. ત્યાં જઈ તે અધિવાસ કરાવા. એ ત્રણે લેાકમાં દારવતી નામે ઓળખાશે. જો મહેાધિ ઢાંકેલી ભૂમિ આપે એવું બને તેા વિશ્વકર્મા યચેષ્ટ કર્મ કરશે.૧૯
આ ઉલ્લેખે! એ સૂચવે છે કે શ્રીકૃષ્ણે રૈવતકના પ્રદેશમાં સાગર પાસે નવી નગરી માટે ભૂમિ માગી નગરીનું નિર્માણ કર્યુ હશે,
આકાશમાં રહી ગરુડે કરેલુ. સૈારાષ્ટ્રની ભૂમિનુ નિરીક્ષણ એ ધ્યાન ખેંચે એવી બાબત છે. બધી બાજુએ જે સાગર દેખાય છે તે કરશસ્થલીની આજુબાજુ છે એમ માનવા કરતાં બધી બાજુએ જ્યાં સાગર છે તેવા પ્રદેશમાં એને કુશસ્થલી દેખાય છે, અને એ રીતે એને આકાશમાંથી રૈવતક પણ દેખાય, અર્થાત્ સૈારાષ્ટ્રની ખે ભૌગોલિક વિશેષતાઓ-બધી બાજુએ સમુદ્ર અને ઊંચા રૈવતક એ એનું ખાસ ધ્યાન ખેંચે.૨૦
રૈવતક વિશે પણ હરિવંશની અનુશ્રુતિ નોંધવી જોઈએ. ગિરિપુરનુ પાલન કરતા માધવની સંતતિમાં “ રૈવત' થાય છે, એના પુત્ર ઋક્ષને જન્મ. રમ્ય પર્યંત શિખરે થયા, તેથી એ પર્યંતનુ નામ “ રૈવત' થયું, સાગરની સ્મૃતિકે રૈવતક નામે ભૂમિધર ભૂમિમાં પ્રસિદ્ધ થયા.૨૧
રિવશમાં આવતાં વર્ણન ઉપરથી ખે બાબતેા સ્પષ્ટ થાય છે. એક તે સૈારાષ્ટ્રમાં રૈવતક પાસે ગિરિપુર અને બીજી એ કે શ્રીકૃષ્ણે ગિરિપુર, કુશસ્થલી, શ ખાદ્વાર બેટ આદિ સૌરાષ્ટ્રનાં સ્થાનામાં રહેતા સ્વકુળના યાદવે પાસે આશ્રય લીધો. આમાંથી એક અનુમાન થઈ શકે : શ્રીકૃષ્ણે રૈવતકથી નાતિદૂ સાગર પાસેથી જમીન લઈને સાગરકાંઠે કુશસ્થલીનું દ્વારવતીરૂપે નવુ નિર્માણ કર્યું.
આ જે હાય તે ખરું, પણ હરિવંશની અનુશ્રુતિમાં જો કાંઈ તથ્ય હોય તા એમ કહી શકાય કે રૈવતક પાસે ગિરિપુર નામે દુગાઁ હતા, જ્યાં યાદવેાના પૂર્વજો રહેતા હતા.
રક્ષણની અને આબાદીની દૃષ્ટિએ સમુદ્રથી નાતિદૂર આવેલા આ ગિરિપ્રદેશ અને ત્યાંનું ગિરિપુર એ શ્રીકૃષ્ણપ્રમુખ યાદવેાને “ ધ્રુવ નિવાસ'' માટે યેાગ્ય લાગ્યાં એ અનુશ્રુતિનું સમન સૌરાષ્ટ્રની ભૌગાલિક સ્થિતિ કરે છે.