________________
૩] પહેલું પાટનગર ગિરિનગર
[૧ દૈત્ય મધુ વરુણાલયમાં તપવાસમાં જાય છે. પછી ઉપરની ભવિષ્યવાણી પ્રમાણે હર્યશ્વ આચરે છે. એ દિવ્ય ઉત્તમ ગિરિવરમાં વાસ માટે પુરને વસાવે છે. આનર્ત નામનું એ રાષ્ટ્ર સુરાષ્ટ્ર અને ગોધનથી ભરેલું થોડા કાળમાં સમૃદ્ધ થાય છે. અનુપ પ્રદેશમાં અને વેલાવન(સમુદ્રકાંઠાના વન)થી વિભૂષિત, ખેતરના અનાજથી ઢંકાયેલા, કિલ્લાઓ અને ગ્રામોથી ભરેલા આબાદ એવા એ રાષ્ટ્રનું રાષ્ટ્રવર્ધન એ રાજાએ શાસન કર્યું. ૧૪
આમાં પણ સુરાષ્ટ્ર એવા આ આનર્ત રાષ્ટ્રમાં ગિરિમાં હર્યશ્વપુર વસાવ્યું એનું અર્થાત ગિરિપુરનું સમર્થન છે.
શ્રીકૃષ્ણ-બલરામ સરાષ્ટ્રમાં આવ્યા એ પહેલાં યાદવોનાં કેટલાંક કુળ ત્યાં રહેતાં હતાં એવી હરિવંશની અનુકૃતિ છે. હર્યધને–જે ગિરિપુરમાં વસતિ હતો તેને–મધુમતીથી યદુ નામને પુત્ર થયો, અને એ પાંચ નાગકન્યાઓ સાથે લગ્ન કરી પાંચ પુત્ર ઉત્પન્ન કર્યાઃ મુચુકુંદ, પદ્મવર્ણ, માધવ, સારસ અને હરિત. આમાં માધવ જે યેષ્ઠ પુત્ર હતો તે યદુના સ્વપુરમાં–અર્થાત સંદર્ભથી ગિરિપુરમાં–યુવરાજ તરીકે રહ્યો, અને હરિતે માતામહના સાગરદીપનું પાલન કર્યું. આ સાગરદીપ તે કચ્છ કે શંખોદ્ધાર સંભવે છે. સમુદ્ર-જન્ય સંપત્તિ અને એના વેપારનું હરિવંશમાં વર્ણન છે. મુચુકુંદે વિંધ્ય-ક્ષવાન(સાતપૂડા)ના પ્રદેશોમાં, પદ્મવર્ષે સહ્યાદ્રિમાં અને એની દક્ષિણે સારસે પુરીઓ વસાવી.૧૫
આ અનુશ્રુતિમાં તથ્ય હોય તે એમ કહી શકાય કે શ્રીકૃષ્ણ મથુરામાંથી જરાસંધ અને કાલયવનનાં આક્રમણેમાંથી બચવા યાદવોને લઈને સુરાષ્ટ્રમાં વસતાં પિતાનાં સગાંવહાલાં પાસે આવ્યા.
આનું વધારે સમર્થન પણ હરિવંશમાંથી મળે છે. રકમિણી-સ્વયંવરમાંથી પાછા મથુરા આવતાં ગરૂડે ૧૬ (બધી પરિસ્થિતિ સમજ્યો હતો એ કારણે) શ્રીકૃષ્ણને વિનંતી કરી કે હું રેવતની કુશસ્થલીએ જઈશ, રમ્ય રૈવતગિરિએ જઈશ, અને ત્યાં જે તમારા વાસને યોગ્ય ભૂમિ હશે અને ત્યાં તમારી રમ્ય નગરી થાય એવું હશે તે કંટકેહરણ કરી–અર્થાત વિને દૂર કરી તમારી પાસે આવીશ.૧૭ શ્રીકૃષ્ણ મથુરા પહોંચ્યા એ પછી ગરુડ પાછો આવી પોતે શું કરી આવ્યું એ કહે છે. “આપની પાસેથી નીકળી આપના વાસગ્ય ભૂમિ જેવા માટે કુશસ્થલી ગયે, આકાશમાં રહી બધી બાજુએ અવલોકન કર્યું અને એક લક્ષણ-પૂજિત પુરી જોઈ જે સાગર અને જલપૂર પ્રદેશથી વિપુલ, પૂર્વે અને ઉત્તર પ્લવથી કહેતાં સુગંધિ તૃણથી ૮ શીતલ, બધી બાજુએ ઉદધિ હેમ