________________
૪૦] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. એનું નામ દ્વારવતી હતું. અને એ સારી પેઠે લાંબી અને અષ્ટાપોપમાં કહેતાં કલાસ જેવી હતી;૧૦ ઇત્યાદિ.
આ વૃત્તાંત ઉપરથી ફલિત થાય છે કે યાદવો મથુરાથી સિંધ અને કન્ના પ્રદેશમાં થઈ સૈારાષ્ટ્રમાં આવ્યા.
પરંતુ આ અનુકૃતિમાંથી બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ સિંધુરાજ કણ? એને વિષય કહેતાં રાજ્યપ્રદેશ કો કે જ્યાંથી રેવતક બહુ દૂર ન હોય ? ભવિષ્યપુરાણ પ્રમાણે સિંધ, કચ્છ અને ભૂજને એક રાજવંશ સાથે સંબંધ દેખાય છે. સિંધુ નદીના તટે સિંધવર્મા રાજ્ય કરતા હતા, તેને સિંધુદીપ નામે પુત્ર હતા, અને એને શ્રીપતિ નામે પુત્ર હતો ઈત્યાદિ અનુકૃતિ ભ. પુ. આપે છે. આ અનુકૃતિ હરિવંશની અનુકૃતિ સાથે સંવાદી છે એમ માનીએ તો એ સિંધુરાજને રાજ્યપ્રદેશ રૈવતક પર્વત સુધી હતો, જ્યાં એણે સારી પેઠે લાંબી અને કૈલાસની ઉપમા આપી શકાય તેવી વિહારભૂમિની રચના કરી હતી, જેનું નામ દ્વારવતી હતું. આ સ્થાને શ્રીકૃષ્ણ પણ નવી નગરી વસાવી અને ત્યાં ધ્રુવ વાસ કર્યો. લેક ૩૪ માં ઠારવતી પ્રાપ્ત કરી-પામ્યા, અને બ્લેક ૩૫ માં કૃષ્ણ દ્વારવતી ગયા એવો સ્પષ્ટ નિર્દેશ છે. શ્રીકૃષ્ણની હારવતી કે દ્વારકા ક્યાં છે કે ક્યાં હતી એ મોટા વિવાદને વિષય છે, જેનું મહાભારત અને પુરાણના બધા ઉલ્લેખોનું સમાધાન કરે એવું નિરાકરણ શક્ય લાગતું નથી, કારણ કે એ બધા ઉલ્લેખમાં સમુદ્ર અને રૈવતક પર્વતનું સામય સ્વીકૃત છે, અને હાલની દ્વારકા પાસે રૈવતક નથી અને રૈવતક (ગિરનાર) પાસે સમુદ્ર નથી. પરંતુ હરિવંશની આ અનુશ્રુતિનું, સિંધુરાજની રૈવતકમાં આવેલી વિહારભૂમિનું નામ ધારવતી હતું અને એ સારી પેઠે લાંબી અને અષ્ટાપદ–કૈલાસ જેવી ઊંચી અને વિશાળ હતી એ તાત્પર્ય મહત્વનું છે, કારણ કે એ પર્વત પાસેની ડુંગરાળ વસાહત સૂચવે છે.
આ ડુંગરાળ વસાહતનું મુખ્ય નગર કયું હશે? હરિવંશ અને નિર્દેશ કરે છે.
દાન મધુ હર્યશ્વને મધુવન વિનાનું પોતાનું રાજ્ય આપતાં અને એ વનમાં લવણ એને સહાયક થશે એવી ખાતરી આપતાં આગાહી કરે છે કે “અહીં રહેતે હઈશ એવામાં જ” મહત-દુર્ગ ગિરિપુર તારો “પાર્થિવાવાસ” થશે, જેને વિષય કહેતાં પ્રદેશ સુરાષ્ટ્ર છે, જે સુરાષ્ટ્ર સમુદ્રતે પાણીથી ભરપૂર અને નિરામય છે. આનર્ત નામનું મહાન અને વિસ્તૃત તારું રાષ્ટ્ર થશે. કાલગથી હું આવું ભવિષ્ય માનું છું.૧૩