________________
છે ] ગુજરાતના પ્રાચીન ઇલિહાસનાં સાધને [૨૯છે. મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરને રુદ્રમાળ, આબુ દેલવાડાની વિમલવસહિ, કુંભારિયાનાં દેરાસર, ગળતેશ્વરનું શિવાલય, સેજકપુર અને ધૂમલીનાં નવલખા મંદિર વગેરે અનેક મંદિરોમાં આ નાગર શૈલીનાં મોટાં દેવાલયોના ખંડિતઅખંડિત નમૂના મોજૂદ રહેલા છે. ઉત્તર ગુજરાતમાં સૂણક, સંડેર, રુહાની, મણંદ, વીરતા, ગોરાદ, ધિણોજ, મોબ, દેલમાલ, ખંડેસણ વગેરે સ્થળેએ એવાં નાનાં દેવાલયના પ્રાચીન નમૂના રહેલા છે.
શામળાજી, મોટેરા, સિદ્ધપુર, વડનગર, કપડવંજ વગેરે સ્થળોએ તોરણના સુંદર નમૂના જોવા મળે છે.
જળાશયોમાં તળાવ, કુંડ અને વાવ એ મુખ્ય પ્રકારે દેખા દે છે. અણહિલવાડનું સહસ્ત્રલિંગ, વિરમગામનું મુનસર અને ધોળકાનું મલાવ એ ગુજરાતનાં જાણીતાં પ્રાચીન જળાશયો છે. મોઢેરા, વડનગર વગેરે સ્થળોએ જૂના કુંડ અને અણહિલવાડ, વાયડ, વઢવાણ, જૂનાગઢ, ઉમરેઠ, કપડવંજ વગેરે સ્થળોએ જની વાવ જોવામાં આવે છે. ડભોઈ અને ઝઝુવાડાના કિલ્લા ગુજરાતના પ્રાચીન નગરપ્રાકારના નમૂના તરીકે નેધપાત્ર છે.
સોલંકી કાલની થોડીક મસ્જિદો પણ સેંધપાત્ર ગણાય.
પ્રાચીન શિલ્પકૃતિઓમાં મોટે ભાગે દેવદેવીઓની પ્રતિમાઓ મળે છે. કવચિત બૌદ્ધ મૂર્તિઓ નજરે પડે છે. હિંદુ તથા જૈન ધર્મની અનેકાનેક પ્રાચીન પ્રતિમાઓ ગુજરાતમાં મળે છે એનું ઘણું નિરૂપણ શ્રી કનૈયાલાલ દવેએ “ગુજરાતનું મૂર્તિવિધાન ”માં કર્યું છે. પ્રાલંકી પ્રતિમાઓમાં કલાની પશ્ચિમી શૈલીનાં લક્ષણ સ્પષ્ટ વરતાય છે.
ગુજરાતમાં ભિત્તિચિત્રના પ્રાચીન કાલના નમૂના ભાગ્યે જ મળે છે. ૬૭ પરંતુ હસ્તલિખિત પ્રતિઓમાં આલેખાયેલાં લઘુચિત્રના પ્રાચીન કાલના ડાક નમૂના જોવા મળે છે.
પ્રાચીન સિકકાઓ એના પરનાં લખાણ દ્વારા મળતી રાજકીય માહિતી ઉપરાંત પુરાતત્ત્વની દૃષ્ટિએ બીજુય ઘણું મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં લખાણ વિનાના આહત સિક્કાઓ પણ મળે છે, જે ક્ષત્રપાલ પહેલાંના છે. ક્ષત્રપ, ગુપ્તા વગેરે વંશના સિકકાઓ તે તે કાલનાં પ્રચલિત તોલ, માપ, ધાતુ, મિશ્રણ, કલા ઇત્યાદિ દ્વારા આર્થિક બાબતમાં તેમ જ પ્રતીકે તથા આકૃતિઓના આલેખન દ્વારા શિલ્પકલાની બાબતમાં કેટલાક પ્રકાશ પાડે છે.