________________
સોચ કાલથી ગુપ્તકાલ
[ પ્ર.
ગુજરાતમાં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાની તેમજ ભાવનગર, રાજકેાટ, જૂનાગઢ, વડાદરા વગેરે સંસ્થાનાનાં પુરાતત્ત્વ ખાતાંની સજાગતા તથા સક્રિયતા ખીલતી ગઈ. તેમાં આવા પુરાતન અવશેષાનું સમીક્ષણ તથા સંરક્ષણ થતું ગયું. જૂનાગઢ પાસે ખેરિયા સ્તૂપનાં ખંડેરોનું ખોદકામ થયું. પાટણ, મૂળ દ્વારકા, કામરેજ વગેરે સ્થળેાએ વડાદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ખોદકામ કરાવી કેટલીક નવી સામગ્રી બહાર આણી, જેમાં સહસ્રલિંગના અવશેષ ખાસ નોંધપાત્ર છે. વલભીમાં ફાધર હેરાસે થાડુ ખાદકામ કરાવી ત્યાંનાં ખંડેરોમાંથી કેટલીક સામગ્રી મેળવી. આઝાદી પછી ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ તથા વડાદરાની મ. સ. યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગે આ દિશામાં કેટલોક ગણનાપાત્ર ફાળા આપ્યા છે. સ્થળતપાસ તથા ઉત્ખનનની આ સવ પ્રવૃત્તિઓને પરિણામે ગુજરાતમાં વડનગર, ટીંબરવા, શામળાજી, દેવની મેારી, દ્વારકા, વલભીપુર, જૂનાગઢ. ધૂમલી, પાટણ વગેરે કેટલાંક ઐતિહાસિક સ્થળેાએ પ્રાચીન કાલની વિવિધ સામગ્રી સાંપડી છે. એવા મારતી અવશેષા પરથી તે તે કાલનાં રહેવાનાં મકાનેાના બાંધકામ વિશે કંઈક ખ્યાલ મળે છે. માટી, પથ્થર, ધાતુ વગેરેના જંગમ અવશેષા પરથી પ્રાચીન કાલની માટીકામ, પથ્થરકામ, ધાતુકામ, ઝવેરાત યાદિ હુન્નરકલા વિશે તેમજ તે તે કાલની કેટલીક રહેણીકરણી તથા માન્યતાઓ વિશે કેટલાક સ્પષ્ટ અને સંગીન પરિચય પ્રાપ્ત થાય છે.
:૩૦ ]
આમ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ વિશે એકદરે અનેક પ્રકારની સાધનસામ્રગી ઠીક ઠીક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.