________________
૨૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[y..
સાધનસામગ્રી સર્વવિધ સાહિત્યમાંથી તારવવાની હોય છે. રાજકીય ઈતિહાસને વિશેષતઃ ઉપયોગી એવી લિખિત તથા અભિલિખિત સામગ્રી પણ આમાં કેટલેક અંશે ઉપકારક નીવડે છે. દા. ત. હેમચંદ્રાચાર્યના સંસ્કૃત ટૂથાય પરથી શ્રી. રામલાલ ચુનીલાલ મોદીએ કરેલું એ સમયના ગુજરાતની સામાજિક સ્થિતિનું નિરૂપણ. મહાભારત, રામાયણ, પુરાણે, આગમ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, દર્શને, કાવ્ય, કાવ્યશાસ્ત્ર, જોતિષ, આયુર્વેદ ઈત્યાદિ સર્વવિધ વિષયના ગ્રંથો સામાન્યતઃ ભારતના અને કંઈક અંશે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ વિશે કંઈ ને કંઈ માહિતી ધરાવે છે. એમાંના જે ગ્રંથ ગુજરાતમાં કે એની આસપાસના પ્રદેશમાં રચાયા હોય છે તે આ બાબતમાં વિશેષ ઉપકારક નીવડે છે. દા. ત. ગુજરાતના જૈન સૂરિઓ તથા ગુજરાતનાં જૈન તીર્થોને લગતા પ્રબંધ તેમજ ગુજરાતનાં તીર્થો તથા ગુજરાતની જ્ઞાતિઓને લગતા પુરાણ-ખંડો તથા પૌરાણિક ગ્રંશે. આ પ્રકારના જૈન પ્રબંધમાં પ્રમાવરિત તથા વિવિધતીર્થ
૫ ખાસ નોંધપાત્ર છે, પુરાણોમાં ન્દ્રપુરાના મહેશ્વર-ખંડમાંનું કૌમારિકાક્ષેત્રમાહાભ્ય, બ્રાહ્મખંડમાંનું ધર્મારણ્યક્ષેત્રમાહાન્ય, પાંચમા ખંડમાંનું રેવાક્ષેત્રમાહામ્ય, હાટકેશ્વર ક્ષેત્ર તથા નાગરજ્ઞાતિને લગતા છો ખંડ અને સાતમા ખંડમાનું પ્રભાસક્ષેત્રમાહાતમ્ય, વસ્ત્રાપથમાહાતમ્ય, અબુદક્ષેત્રમાહાતમ્ય અને દ્વારકાક્ષેત્રમાહાભ્ય.પર પદ્મપુરાણ તથા સ્કંદપુરાણમાંનું ધર્મારણ્યક્ષેત્રમાહાસ્ય મેઢ. જ્ઞાતિને આનુશ્રુતિક વૃત્તાંત આપે છે. તાપીમાહાતમ્પ, બ્રહ્મક્ષેત્રમાહાભ્ય, શ્રીમાલપુરાણ, સરસ્વતીપુરાણ અને પદ્મપુરાણમાંથી જૂનું સાભ્રમતીમાહાસ્ય પણ તે તે તીર્થક્ષેત્રનું માહાત્મ નિરૂપે છે. શત્રુંજયના જૈન તીર્થધામ વિશે ધનેશ્વરસૂરિકૃત રાણુંનયમદ્વિમ્પિ નામે ગ્રંથ છે, તેમાં એની રચના વલભી રાજા શિલાદિત્ય (!)ના. સમયમાં વિ. સં. ૪૭૭માં થઈ હોવાને દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આંતરિક ઉલ્લેખે પરથી એ ગ્રંથ સેલંકી કાલના અંત પછી લખાયો લાગે છે.પ૩
વિજ્ઞા પ્રકીર્ણક, સંઘદાસ ગણિકૃત વાકી વરાહમિહિરકૃત વૃë હિતા, જિનસેનસૂરિકૃત શપુરાન, હરિભદ્રસૂરિકૃત સમરરૂિ , ઉદ્યોતનસુરિકૃત, ૩ીમારી, શીલાંકાચાર્યકૃત ચડપમહાસિરિય, હરિણકૃત ગૃહયારા, અભયદેવસૂરિમયગિરિ વગેરેએ આગમગ્રંથ પર લખેલી વૃત્તિઓ, હેમચંદ્રાચાર્યનું ત્રિપુષ્ટિરાપુરુષરિત ઇત્યાદિ ગ્રંથોનું સંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરતાં એમાંથી પશ્ચિમ ભારતની કે ગુજરાતની તે તે કાલની સંસ્કૃતિ વિશે વિપુલ માહિતી મળે એમ છે.
એવી રીતે ધાર્મિક સાહિત્ય, કાવ્ય, નાટકે, કથાઓ, દાર્શનિક ગ્રંશે તથા કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, છંદ, કેશ, નાટયશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ ઈત્યાદિ