________________
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને
[૨૫
અધૂરું રહેલું છે. જયશિખરી અને ભુવડને લગતા સુપ્રસિદ્ધ વૃત્તાંત કેવળ આ હિંદી કાવ્યમાં મળે છે. સંભવ છે કે એની પાછળ કોઈ પ્રાચીન અનુશ્રુતિને આધાર હશે.પ૦
ભાટચારણે પાસે ઊતરી આવેલી અનુકૃતિઓ પણ ઈતિહાસ માટેની કેટલીક અય માહિતી પૂરી પાડે છે. ૫૧
સલ્તનત કાલ તથા મુઘલ કાલ દરમ્યાન મુસ્લિમ લેખકોએ સુલતાનના કે સલ્તનતના ઇતિહાસ લખ્યા, તેમાં મુસ્લિમ સત્તાની સ્થાપનાથી શરૂ થતો વૃત્તાંત આલેખાતો, પરંતુ મુઘલ કાલના અંત બાદ મરાઠા કાલના આરંભમાં “મિરાતે અહમદી” લખાઈ તેમાં શરૂઆતમાં ચાવડા, સેલંકી અને વાઘેલા વંશનાય ટૂંક વૃત્તાંત ઉમેરાયા.
મરાઠા કાલના અંત ભાગમાં યતિ રંગવિજયે પૂર્વરરામૂવી (ઈ.સ. ૧૮૦૯) રચી, જેમાં મહાવીર સ્વામીના નિર્વાણથી માંડીને પિતાના સમય સુધીની ગુજરાતની રાજવંશાવળીઓ આપવામાં આવી છે. એમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશનો સમાવેશ થાય છે. એ પહેલાંની વંશાવળીઓમાં પ્રતિહાર વંશાવળીનો સમાવેશ નોંધપાત્ર છે. એ પહેલાંની વંશાવળીઓ એવી બીજી વંશાવળીઓની જેમ હજી પૌરાણિક ગણાય એવી છે.
ગ્રંથકારોની પ્રશસ્તિઓ તથા ગ્રંથકારો અને લહિયાઓની પુપિકાઓમાં કેટલીક વાર તે તે સમયના રાજા તથા મહામાત્યનો ઉલ્લેખ આવે છે, તેથી એની સાથે જણાવેલ મિતિઓ રાજકીય ઇતિહાસમાં ઉપયોગી નીવડે છે. ગ્રંથકારોની પુષિકાઓ તથા પ્રશસ્તિઓ પરથી ગુજરાતમાં થયેલ અનેક સાહિત્યિક રચનાઓ ની માહિતી મળે છે, જ્યારે લહિયાઓની પુપિકાઓ પરથી અહીં ક્યા વિષયોનું ખેડાણ થતું ને એને કોણ પ્રોત્સાહન આપતું એને લગતી વિગતો મળે છે. વળી વિવિધ સ્થળો તથા મિતિઓની વિગત પણ મળે છે, જે તત્કાલીન ભૂગોળ તથાં કાલગણના પર પ્રકાશ પાડે છે. હસ્તલિખિત પ્રતિઓ પરથી કેટલાક ગ્રંથ પ્રકાશિત થયા છે ને થતા જાય છે, બાકીના ગ્રંથ માટે હસ્તલિખિત ગ્રંથની યાદીઓ તથા વર્ણનાત્મક સુચિઓ વિપુલ માહિતી પૂરી પાડે છે. હસ્તલિખિત ગ્રંથોની સંપત્તિ જાળવવામાં જૈન ભંડારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે.
આ તો મુખ્યતઃ રાજકીય ઈતિહાસની વાત થઈ, સાંસ્કૃતિક ઇતિહાસમાં તત્કાલીન સામાજિક તથા આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ, ધર્મસંપ્રદાય ઈત્યાદિ બીજી અનેક બાબતોનું નિરૂપણ કરવાનું હોય છે. આને લગતી