________________
૨૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
મળ્યા છે. આમાંના જે પ્રબંધોમાં રચના-વર્ષ આપેલાં છે તે ઈ.સ. ૧૩૦૮-૩૩ દરમ્યાન રચાયા છે.*
ઈ.સ. ૧૩-૧૪૬૯ દરમ્યાન સેમતિલકસૂરિ, જયસિંહરિ, ધર્મરત્ન, જિનમંડનગણિ અને ચારિત્રસુંદરગણિએ કુમારપાલચરિત લખ્યાં. પંદરમી સદીના મધ્યમાં જિનહર્ષે વસ્તુપાલનું વિસ્તૃત ચરિત્ર રચ્યું, જેમાં પહેલાંની ઘણીખરી સામગ્રીનો ઉપયોગ થયો છે. આ ગ્રંથમાં કલ્પના કરતાં ઈતિહાસનું પ્રમાણ વધારે છે.૪૭ .
દરમ્યાન સર્વાનંદસૂરિએ કચ્છના દાનવીર જગડુશાહ વિશે કારિત (ઈ.સ. ૧૨૬૦ના અરસામાં) નામે સંસ્કૃત પ્રબંધ ર. કવિ મંડલિકે ઈ.સ. ૧૩૦૪ના સુમારમાં પેથરાજ નામે રાસ રચ્યો તેમાં પોરવાડ પેથડ શાહે કરેલી શત્રુંજય-ગિરનાર વગેરે જૈન તીર્થોની યાત્રાનું વર્ણન આવે છે. ઈ.સ. ૧૩૧૬માં પાટણના સમરાસાહે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો તે વિશે અંબદેવસૂરિએ સમર રાસની રચના કરી. એ જ પ્રસંગ વિશે કમુરિએ રાત્રેગચમહાતીર્ણોદ્ધારઝવવ લખ્યો, જે ગુજરાતના તત્કાલીન ઇતિહાસ માટે ઘણું ઉપયોગી છે.
પદ્મનાભકૃત સાવજે (ઈસ. ૧૪૫૬)માં ગુજરાત પર થયેલી ખલજી ફેજની ચડાઈને વૃત્તાંત વિગતે નિરૂપાયો છે. પંદરમી સદીમાં લખાયેલ
સ્વપદ્ધતિમાં વિવિધ ખતના નમૂના આપ્યા છે, જેમાંના ઘણા સેલંકી કાલના રાજ્યતંત્ર વિશે વિપુલ માહિતી પૂરી પાડે છે.
ભીમદેવ ૧ લાન દંડનાયક વિમલ કુમારપાલ અને વસ્તુપાલ પહેલાં થયો. એના વંશની આછી રૂપરેખા હરિભદ્રસૂરિકૃતિ પ્રાકૃત ચંદ્રપ્રમચરિત, અપભ્રંશ નેમિનાથવરિત (ઈ. સ. ૧૬૦) તથા પ્રાકૃત મદ્ધિનાથ ચરિતની અંતિમ પ્રશસ્તિ
માં આલેખાઈ છે, પરંતુ વિમલનું વિસ્તૃત ચરિત મોડેથી લાવણ્યસમયના “વિમત્રવરઘ” નામે રાસ (ઈ.સ. ૧૫૧૨)માં અને પંડિત ઈહંસકૃત વિમચરિત્ર (ઈસ. ૧૫૧૨)માં મળે છે. આ સૈકામાં વસ્તુપાલ વિશે પણ રાસા રચાયા. પદ્મપુરાણાંતર્ગત મનાતા ધર્મારણ-માર્ગી માં ચાવડાવંશને વૃત્તાંત આવે છે. આ ગ્રંથ ૧૪ મા-૧૫ મા શતકમાં લખાયો લાગે છે, ૪૮ પરંતુ ચાવડા વંશ વિશેના બ્રાહ્મણી વૃત્તાંત તરીકે ખાસ નોંધપાત્ર છે.
કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં લખેલ રત્નમાઝ (૧૭ મ–૧૮ મો સૈ કે૪૯. માં મુખ્ય હેતુ સિદ્ધરાજ જયસિંહનું ચરિત આલેખવાનો છે, પરંતુ હાલ જે અપૂર્ણ ગ્રંથ મળે છે તેમાં તે સોલંકી વંશ પહેલાંના ચાવડા વંશનું નિરૂપણ