________________
૨ જુ] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને [૨૩ પૂર્વજોને પરિચય આપીને વસ્તુપાલનાં સુકૃતોનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે. ગુરુ નચંદ્રસૂરિએ પણ નાની વસ્તુપાલ-પ્રશસ્તિ રચેલી. | વિજયસેનસૂરિકૃતિ રેવંતજિરિરાજુમાં ગિરનાર પર અને પાલ્હેણુપુત્રકૃત મારા માં આબુ પર વસ્તુપાલ-તેજપાલે કરેલાં સુકૃતિનું વર્ણન મળે છે. વિજ્યસેનસૂરિ વસ્તુપાલના કુલગુરુ હતા.
આનુશ્રુતિક વૃત્તાંતો આપતા પ્રબંધોના સંગ્રહ ગુજરાતના પ્રાચીન ઈતિહાસ માટે ઘણી સામગ્રી પૂરી પાડે છે. ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્રકૃત “પ્રવધાવર્ચી ” (દીસ. ૧૨૩૪) એ સહુથી પ્રાચીન જ્ઞાત પ્રબંધસંગ્રહ છે.૪૪ એમાં ગુજરાત, રાજસ્થાન અને માળવા સાથે સંબંધ ધરાવતાં ઐતિહાસિક કુટુંબો અને પ્રસંગને લગતા અનુભુતિક વૃત્તાંત આપ્યા છે. એમાં આગળ જતાં વસ્તુપાલના અવસાન પછીના કેટલાક બનાવોના ઉલ્લેખ ઉમેરાયા છે. ૪૫ પ્રભાચંદ્રસૂરિએ પ્રમાવરિત(ઈ.સ. ૧૨૭૭)માં કેટલાક જૈન પ્રભાવક આચાર્યોનું ચરિત્ર અનુભૂતિઓ અનુસાર આલેખ્યું છે તેમાંથી ગુજરાતની કેટલીક ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પડે છે. મેરૂતુંગાચાર્યે રચેલ પ્રવરિતામળિ (ઈ.સ. ૧૩૦૫) એ ગુજરાતના ઇતિહાસ માટે સહુથી વધુ ઉપયોગી પ્રબંધસંગ્રહ છે. એમાં વનરાજ ચાવડાથી માંડીને વાઘેલા વરધવલ સુધીના રાજાઓનો સિલસિલાબંધ વૃત્તાંત સાલવારી સાથે આવે છે ને એ સમયે સોલંકી વંશની સત્તા લુપ્ત થઈ હોવાથી એમાં એ રાજાઓની ક્ષતિઓ પણ જણાવવામાં આવી છે. આ સંગ્રહમાં મુખ્ય દૃષ્ટિ જૈન ધર્મની હોઈ કેટલીક ઇતર અપેક્ષિત માહિતી આપવામાં આવી નથી, છતાં આનુશ્રુતિક વૃત્તાંતના સંગ્રહ તરીકે પણ આ ગ્રંથ ઘણો ઉપયોગી નીવડ્યો છે.
એક બીજા મેરૂતુંગાચાર્યે ઈ.સ. ૧૩૫ના અરસામાં લખેલ સ્થવિરાત્રી કે વિચારની માં ચાવડા, સોલંકી અને વાઘેલા રાજાઓની યાદી સાલવારી સાથે આપી છે તેમાં કેટલાક વિગતભેદ જોવામાં આવે છે. રાજશેખરસૂરિએ લખેલ પ્રવચોરા કે ચતુર્વિરાતિપ્રવ(ઈ.સ. ૧૩૪૯)માં પ્રાયઃ કમાવરિત અને પ્રાચિત્તામન માં આપેલ વૃત્તાંત આવે છે, છતાં એમાં કંઈક વિશેષ માહિતી પણ ઉમેરાઈ છે.
પ્રવૃત્તિત્તામણિ અને પ્રશ્નોની વચ્ચેના ગાળામાં રચાયેલ વિવિધતીર્થમાં જિનપ્રભસૂરિએ શત્રુંજય, રૈવતક, અબુંદ વગેરે જૈન તીર્થોને લગતા વૃતાંત નિરૂપ્યા છે તેમાં ગુજરાતના ઇતિહાસને લગતા કેટલાક મહત્ત્વના ઉલ્લેખ