________________
૨૨]
તે
મયકાલથી ગુપ્તકાલ
[પ્ર..
કુમારપાલ, પછી વસ્તુપાલ કવિઓનો લાડીલે નાયક બને છે. મહામાત્ય વસ્તુપાલે પોતાના નરનારાયખાનદ્ મહાકાવ્યના અંતિમ સર્ગમાં પિતાના પૂર્વજોને. તથા પોતાને ટૂંક પરિચય આપે છે, પણ ગુજરાતના ઇતિહાસને વધારે ઉપયોગી સામગ્રી એના વિદ્યામંડળે પૂરી પાડેલ છે. વસ્તુપાલનાં સુકૃતોની પ્રશસ્તિ વિશે એના સમકાલીન કવિઓએ તેરમી સદીના બીજા ચરણમાં પાંચ કાવ્ય રચ્યાં છે તેમાં ત્રણ મહાકાવ્ય છેઃ સોમેશ્વરકૃત વૌતિૌમુદી, અરિસિંહકૃત સુજીતવીર્તન અને બાલચંદ્રસૂરિકૃત વસન્તવાસ, જ્યારે બે ખંડકાવ્ય છે: ઉદયપ્રભસૂરિકૃત સુતસંવરીનોસ્ટિની અને સિંહસૂરિકૃત વસ્તુપતેત્ર: રાતિ.૪૨ આ પાંચેય. કાવ્યોના કવિઓ વસ્તુપાલના સમકાલીન જ નહિ, એના નિકટસંપર્કવાળા હતા ને તેઓએ વસ્તુપાલના કુળનું તથા એનાં સુકૃતોનું જે નિરૂપણ કર્યું છે તે ઘણું શ્રદ્ધેય છે; પરંતુ આ કાવ્યમાં વસ્તુપાલની રાજકીય કારકિર્દીનું ક્રમિક નિરૂપણ થયું નથી ને એનાં સુકૃતોનુંય જે નિરૂપણ થયું છે તે પ્રશસ્યાત્મક હોઈ અતિશયોક્તિભર્યું હોય છે. આ સર્વેમાં સોમેશ્વરકૃત IfRૌrી સહુથી વધારે વિગતો આપે છે. આ પાંચેય કાવ્યોમાં આરંભમાં ગુર્જરેશ્વર ભીમદેવ ર જાના તથા ધોળકાના રાણું વિરધવલના વંશય સંકીર્તન કરવામાં આવ્યું છે. એમાં સુતસંકીર્તન તથા સુતૌતિકોન્ટિનમાં તો સેલંકીવંશની પહેલાંના ચાવડા વંશય વૃત્તાંત આપવામાં આવ્યો છે, જે એ વંશના સળંગ ઈતિહાસ માટે. પ્રાચીનતમ સાધન છે. આ પાંચેય કાવ્યોમાં નિરૂપાયેલ પ્રસંગોનું સંકલન કરતાં અને સમકાલીન અભિલેખમાં જણાવેલ હકીક્ત સાથે એની તુલના કરતાં એમાંથી. ઠીક ઠીક ઈતિહાસ જાણવા મળે છે. કવિ સોમેશ્વરે પિતાના સુરથોત્સવ મહાકાવ્યની પ્રશસ્તિમાં પોતાના પૂર્વજોને વૃત્તાંત નિરૂપે છે તેમાં એ રાજપુરોહિતના યજમાન એવા સોલંકી રાજાઓ સંબંધી કંઈક વિશેષ માહિતી નજરે પડે છે. ઉદયપ્રભસૂરિએ રચેલા વડુ મહાકાવ્યના પહેલા, છઠ્ઠા ને પંદરમા સર્ગમાં વસ્તુપાલ તથા શત્રુંજયને લગતી કેટલીક ઐતિહાસિક હકીકત આવે છે તેમાં વસ્તુપાલે કરેલી શત્રુંજયની સંઘયાત્રાનું નિરૂપણ ખાસ નોંધપાત્ર છે. જયસિંહસૂરિ.કૃત દૃમીરમદમન નાટકમાં મહામાત્ય વસ્તુપાલે તુરષ્ક હમ્મીર (અમીર) ના સૈન્યને પાછું હાંકી કાઢી એના મદનું મર્દન કર્યું એ વસ્તુ નિરૂપાયું છે. એમાં ઐતિહાસિક ઘટનાઓનું નાટયોચિત ઢબે નિરૂપણ કરેલું છે.૪૩ વળી વસ્તુપાલના માતૃપક્ષીય ધર્મગુરુ નરેન્દ્રપ્રભસૂરિએ વસ્તુપાલની પ્રશસ્તિ વિશે બે કાવ્ય રચ્યાં. છે. નાના કાવ્યમાં વસ્તુપાલ-તેજપાલ તથા રાણા વિરધવલની રૂઢ પ્રશસ્તિ કરેલી છે, જ્યારે મોટા કાવ્યમાં સોલંકી રાજાઓને, વાઘેલા રાણાઓને તથા વસ્તુપાલના.