________________
૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન [૧૯ શાસનોની મિતિઓ પરથી આમાંના ઘણાખરા રાજાઓના રાજ્યકાલનું સમયાંકન પણ કરી શકાયું છે. દાનના પ્રતિગ્રહીતા, દેયભૂમિ, દાન સાથે સંબંધ ધરાવતા અધિકારીઓ ઈત્યાદિની વિગતો પરથી એ સમયના બ્રાહ્મણ વિહાર તથા દેવાલયો તેમજ અધિકારીઓ, વહીવટી વિભાગે, જમીનનાં માપ વગેરે વિશે કેટલીક સંગીન માહિતી મળે છે. જેમ ક્ષત્રપોના ઈતિહાસનો મુખ્ય આધાર એમના સિકાઓ પર રહે છે તેમ મૈત્રકના ઇતિહાસને મુખ્ય આધાર એમનાં તામ્રશાસનો પર રહેલો છે.
એવી રીતે દક્ષિણ ગુજરાતના રૈકૂટકો, કટચુરિઓ, ગુર્જર, ચાહમાન, સેકકે, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટના તથા સૌરાષ્ટ્રના સેંધવો, ચાલુક્યો અને ચાપના તેમજ ઈશાન ગુજરાતના પરમારના ઈતિહાસની માહિતી પણ એમનાં તામ્રશાસને પરથી સાંપડે છે. ૨૭
ભૂમિદાન શાશ્વત પ્રકારનું દાન હોઈ એનું રાજશાસન તામ્રપત્રો પર કોતરાવી આપવામાં આવતું. ગુજરાતનાં દાનશાસન તાંબાનાં બે પતરાંની અંદરની બાજુ પર કાતરાતાં. એ પતરાને એક છેડે બે કડીઓથી જોડવામાં આવતાં. એમાંની એક કડીના સાંધા પર રાજમુદ્રાની છાપ લગાડાતી ને લેખને અંતે રાજાના સ્વહસ્ત (દસ્કત) પણ કોતરવામાં આવતા.
મૌર્યકાલથી અનુ-મૈત્રક કાલ સુધીના સમયના બીજા છેડા અભિલેખ માટીનાં વાસણો પર તથા મુદ્રાઓમાં કોતરાયેલા મળે છે.૨૮ મુદ્રાની સૂલટી છાપ ધરાવતાં કેટલાંક મુદ્રાંક પણ મળે છે.૨૯ તેમાં દાનશાસનનાં તામ્રપત્રોના કડીના સાંધા પર લગાવેલ રાજમુદ્રાની છાપનો સમાવેશ થાય છે. એવી રીતે કેટલીક ધાતુપ્રતિમાઓની બેસણી કે પીઠ પર લેખ કોતરેલા મળે છે જેમાં એ પ્રતિમા કરાવનાર તથા એની પ્રતિષ્ઠા કરાવનારને વિશે માહિતી આપી હોય છે.
ગુજરાતને સુવર્ણકાલ ગણાતા સોલંકી કાલના અભિલેખમાં તામ્રપત્રો, શિલાલેખો અને પ્રતિમાલેખો એમ ત્રણેય પ્રકારના સંખ્યાબંધ લેખ મળે છે.૩૧ તામ્રપત્ર પર કોતરેલાં દાનશાસને પરથી મંદિર, મહંતો, અધિકારીઓ અને વહીવટી વિભાગો વિશે વિપુલ માહિતી મળે છે. ભીમદેવ ર જાનું રાજ્ય પડાવી લઈ ચેડાં વર્ષ અણહિલપુરની ગાદી પર રહેલ જયંતસિંહનું દાનપત્ર (વિ. સં. ૧૨૮૧) ૨ સોલંકી વંશમાં થયેલ ઊથલપાથલ પર નવો પ્રકાશ પાડે છે. શિલાલેખમાં મોટે ભાગે મંદિર, વાવ, કિલ્લો, મસ્જિદ વગેરેને લગતાં પૂર્તકાર્યોની હકીક્ત નોંધવામાં આવી છે. એમાં કેટલીક વાર રાજાઓ, મહંતો, વિદ્વાને,