________________
૧૮ ]
સૌય કાલથી ગુપ્તકાલ
[પ્ર.
પૃષ્ઠભાગ પર પ્રતીક-સમૂહની આસપાસ રાજાનાં તથા એના પિતા (કે પુરોગામી)નાં નામ અને બિરુદ આપવામાં આવે છે.૧૯ આ પરથી ક્ષત્રપ રાજ્યના ત્રીસેક રાજાએ।નાં નામ તથા બિરુદ જાણવા મળે છે, એટલું જ નહિ, તેઓની વશાવળી પણ બંધ એસાડી શકાય છે. શક સ ંવતના બીજા શતકના આરંભથી તે આ સિક્કાએના અગ્રભાગ પર તે તે સમયે ચાલતા વર્ષની સંખ્યા પણ જોવા મળે છે. આ પરથી એ રાજાએાના રાજ્યકાલની સાલવારીની ઘણી વિગતે મળી છે. આમ ક્ષત્રપ રાજાઓના સિક્કાલેખાએ તેમેના ઋતિહાસમાં વિપુલ માહિતી પૂરી
પાડી છે.૨૦
ત્રૈકૂટક રાજાઓના સિક્કાલેખામાં પણ રાજાનાં તથા એના પિતાનાં નામ -બિરુદ મળે છે, પરંતુ વની વિગત મળતી નથી.૨૧ રાવ ભટ્ટારકના સિક્કાલેખા ક્ષત્રપ સિક્કાલેખાનુ અનુકરણ ધરાવે છે તે એ નામના કાઈ નવા રાજ્ઞની માહિતી આપે છે.૨૨
૨૩
ગુપ્ત સમ્રાટેાના શાસન દરમ્યાન અહી તેએાના સાનાના સિક્કા આયાત થતા તેના ઘેાડા નમૂના મળ્યા છે, પરંતુ તેને આ પ્રાંત માટે અહીં શતાથી પ્રચલિત રહેલા ક્ષત્રપ રાજાઓના ચાંદીના સિક્કા જેવા ચાંદીના સિક્કા પડાવવા પડયા હતા. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય અને સ્કંદગુપ્ત ક્રમાદિત્યના આવા સંખ્યાબંધ સિક્કા (આકૃતિ ૭૬-૭૭) મળ્યા છે,૨૪ પરંતુ એમાં વર્ષની વિગત ભાગ્યેજ મળે છે.
મૈત્રકા, ગુજરા, રાષ્ટ્રકૂટા, ચાપાકટા વગેરે રાજાએના નામના સિક્કા મળ્યા નથી. સાલકી રાજાએના ઘેાડા સિક્કા મળ્યા જણાય છે, પરંતુ એમની લાંખી જાહેાજલાલી જોતાં એ ઘણા જૂજ અને નાના છે.
છેટાઉદેપુર પાસે આવેલ કલલા ગામમાંથી મળેલ તામ્રપત્ર (૪ થી સદી)૨૫ એ ગુજરાતનું સહુથી પ્રાચીન જ્ઞાત તામ્રપત્ર છે. એના પરના અભિલેખમાંથી એ પ્રદેશના તત્કાલીન રાજા તથા એની રાજધાની વિશે અપૂર્વ માહિતી મળી છે.
વલભીના મૈત્રક વંશના રાજાઓનું રાજ્ય લગભગ ત્રણસો વર્ષ જેટલા લાંખે વખત ચાલેલું, છતાં સાહિત્યમાં ખાસ કરીને એના નાશના જ વૃત્તાંત નિરૂપાયા છે. સદ્ભાગ્યે આ રાજાએનાં સાએક તામ્રશાસન મળ્યાં છે,૨૬ જેમાં તે તે રાજાએ કરેલા ભૂમિદાનને લગતાં રાજશાસન કેાતરેલાં છે. આ દાનશાસનેામાં દાન દેનારની પ્રશસ્તિ, એના વંશ તથા પુરોગામીઓની પ્રશસ્તિ સાથે, આપવામાં આવી હાઈ, એ વંશના સર્વાં રાજાઓની વંશાવળી અધ ખેસાડી શકાઈ છે, દાન