________________
૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન [૧૭
કચ્છમાં આંધીમાં મળેલા ચાર યષ્ઠિલેખો (ઈ.સ. ૧૩૦) ક્ષત્રપ રાજા ચાર્જન અને રુદ્રદામાના સમયના છે ને એમાં અમુક અમુક વ્યક્તિની યષ્ટિ એના અમુક સંબંધીઓ ઊભી કરાવ્યાનું નોંધવામાં આવ્યું છે.૧૦ આ સ્થળે મળેલ પાંચમો અભિલેખ (ઈ.સ. ૧૯૨) તથા ખાવડામાંથી મળેલ અભિલેખ પણ આ પ્રકારનો છે. ૧૧ પછીના કાલના પાળિયા પરના લેખોમાં આ પ્રકારના અભિલેખોની પરંપરા જોવા મળે છે.
બાકીના ઘણાખરા શિલાલેખ લઇ કે તકતી પર કોતરેલા છે. આમાં ઘણા લેખ પૂર્તકાર્યોને લગતા હોય છે.૧૨ રાજા ક્ષત્રપ રુદ્રસિંહ ૧ લાના સમયને શક વર્ષ ૧૦૩(ઈ.સ. ૧૮૧)ને ગૂંદાશિલાલેખ૩ એ આ પ્રકારનો સહુથી પ્રાચીન જ્ઞાત શિલાલેખ છે. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્રના પથ્થરના દાબડા પરને સંસ્કૃત પદ્યલેખ એ સ્તૂપની તથા અસ્થિપાત્રની સ્થાપનાને વૃત્તાંત આપે છે. આ લેખ ક્ષત્રપ-કાલના અંતભાગને છે. પહેલી સહસ્ત્રાબ્દીના શિલાલેખ સંખ્યામાં જૂજ મળે છે.
અનુમૌર્ય કાલના અભિલેખોમાં ખાસ કરીને સિક્કા લેખો જ મળ્યા છે. ભારતીય યવન રાજાઓ પૈકી એક્રિતિદ, ૧૪ મિનેન્દ્ર ૧૫(આકૃતિ ૭૦) અને અપલદત(આકૃતિ ૭૧)ના ૧૬ ચાંદીના સિક્કા ગુજરાતમાં મળ્યા છે. મિનેન્દ્ર તથા અપલદતને કન્મ ૧૭ ભરુકચ્છમાં લાંબા વખત લગી ચલણમાં હતા. ૧૮ એ બે રાજાઓના તાંબાના સિક્કા પણ મળે છે. આ ભારતીય યવન રાજાઓના સિક્કાઓના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિની આસપાસ ગ્રીક ભાષા અને ગ્રીક લિપિમાં તેમજ પૃષ્ઠભાગ પર કોઈ ગ્રીક દેવ કે દેવીની આકૃતિની આસપાસ પ્રાકૃત ભાષામાં અને ખરોકી લિપિમાં રાજાનાં નામ અને બિરુદ જણાવાતાં. રાજકીય ઈતિહાસમાં આવા સિકકાલેખો મહત્ત્વની માહિતી પૂરી પાડે છે.
આનું સહુથી નેંધપાત્ર ઉદાહરણ ક્ષત્રપ રાજાઓના સિક્કાલેખો છે. લહરાત ક્ષત્રપમાં નહપાનના સમયના કેટલાક ગુફાલેખો મહારાષ્ટ્રમાં મળ્યા છે, જ્યારે એના પુરગામી રાજા ભૂમકની માહિતી માત્ર એના સિક્કાલેખ પરથી જ મળે છે. કાર્દમક ક્ષેત્રોમાંના કેટલાકને ઉલ્લેખ શિલાલેખોમાં આવે છે, પરંતુ બીજા ઘણા રાજાઓની માહિતી માત્ર સિકકા લેખો પરથી જ ઉપલબ્ધ થઈ છે. આ સિક્કા ચાંદીના નાના ગોળ સિક્કા છે (આકૃતિ ૭૪). એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિ હોય છે ને એની આસપાસ અસ્પષ્ટ ગ્રીક-મન અક્ષરો હોય છે, પરંતુ ઈ-૨–૨