________________
૪ થું] અનુકૃતિક વૃત્તાંત
[ પ૦૯ હવે કેકાણે શકુનયંત્ર રચી કાકવર્ણના પુત્રને એ દ્વારા પત્ર મોકલ્યો કે “તમે અહીં આવે એટલામાં આ રાજાને હું મારી નાખું છું. તમારાં પિતા-માતાને અને મને છોડાવો.” દિવસ પણ નકકી કર્યો.
એક દિવસે રાજા પુત્ર સાથે મહેલમાં બેઠો હતો ત્યારે કેકાએ ખીલી ઉપર પ્રહાર કર્યો એટલે એ મહેલ સંપુટ-બિડાઈ ગયો. રાજા અને એનો પુત્ર મરણ પામ્યા. કાકવર્ણના પુત્રે એ નગર પોતાને અધીન કર્યું અને પોતાનાં પિતા-માતા તેમજ કોકાસને મુક્ત કર્યા.
બીજાઓનું એવું કથન છે કે કક્કાસને વૈરાગ્ય થતાં એણે આપઘાત કર્યો.
ર૪. રેવતાચલ કેટિનગરી(કોડીનાર)ના રહેવાસી સમભટ્ટ અને એની પત્ની અંબિકાની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે :
કસરહદ નગરમાં ચાર વેદને પારગામી સર્વદેવ નામે બ્રાહ્મણ અને એની પની સત્યદેવીને અંબાદેવી નામે પુત્રી હતી. એને કેટિનગરી(કેડીનાર)ના સોમદેવ ભટ્ટ બ્રાહ્મણ સાથે પરણાવી હતી. એમને વિભાકર અને શુભંકર નામે બે પુત્ર થયા હતા.
એકદા નેમિનાથ ભગવાનના શિષ્ય સુધર્મસૂરિના ચારિત્રધારી બે શિષ્ય ભિક્ષા માટે અંબાદેવીના ઘેર આવ્યા. અંબાદેવીએ ખૂબ ભક્તિથી એમને શુદ્ધ આહાર પહેરાવ્યા. એને પતિ સામદેવ ઘેર આવ્યો ત્યારે એ ખૂબ આક્રોશથી કહેવા લાગે : વિશ્વદેવ-મહાદેવની ક્રિયા કર્યા વિના રઈને સ્પર્શ કેમ કર્યો?”
આમ કહી અંબાદેવીને ભારે તિરસ્કાર કર્યો, એટલું જ નહિ, એને મારપીટ પણ કરી. ઘરનાં બીજાં માણસોએ એને છોડાવી.
અપમાન સહન ન થતા અંબાદેવી એના બે પુત્રોને લઈને ઘેરથી ચાલી નીકળી. નાના બાળકને એણે કેડ પર તેડી લીધા અને મોટાને આંગળી ઝાલી ચલાવતાં વિચારવા લાગી કે “જૈન મુનિને દાન આપવાથી ભારે પરાભવ થયે છે તો એ ધર્મ જ મને શરણરૂપ થાઓ.' એમ ધારી એ ઉતાવળે પગલે ગિરનાર તરફ ચાલી. ધીમે ધીમે એ પર્વતની તળેટીમાં આવી પહોંચી.
એ તૃષા, સુધા અને ચાલવાથી ખૂબ થાકી ગઈ હતી અને પર્વત બહુ ઊંચે હતું છતાં હિંમત રાખી શુભ ભાવનાથી એ પર્વત ઉપર ચડી. નેમિનાથ ભગવાનને ખૂબ ભાવથી વંદન કર્યું. ચૈત્યમાંથી બહાર આવી એ આમ્રવૃક્ષ નીચે